________________
પુન: શિવપુરીમાં
૩૯૯
स्वस्ति प्रजाभ्य : परिपालयन्ताम् સ્થાન માઇ માં મળી | गो ब्राह्मणेभ्य: शुभमस्तु नित्यम लोका : समस्ता : सुखीनेो भवन्तु ।।*
એવા પરમ સંત સમાગમ માનવીને પાપમાંથી ઉગારી પુણ્યને પંથે વાળે છે.
કવિવર ખબરદારે એક સ્થળે કહ્યું છે તે આપણે શ્રી વિદ્યાવિજયજી માટે પણ વિના સંકોચ કહી શકીએ?
“જાગી જાગી ઉરમાં જુગ જુગ કરી જ્યોત છે જેનાં નયન નયનમાં ઝળકે દીપ અનંતઃ જેને અંગે અંગ ફુવારા અમીના ફૂટતા,
એનાં દર્શન કરવા આવો જોગી સંત ” એવા એ પરમ પુરૂષના દર્શન કરવા એ પણ જીવનની લ્હાણ છે.
આ સંસ્થામાં શ્રી વિદ્યાવિજ્યજી મહારાજનું દૈનિક પ્રવચન એટલે રોજ નવી નવી વાત, નવા નવા અનુભવ, નવી નવી શીખામણો, અને ગર્ભિત રીતે ગુન્હેગારોને સાવધાન કરનારી ચીમકીઓ. એમાં હાસ્યરસ હોય અને વૈરાગ્ય પણ હોય, એમાં ઉત્તેજના પણ હોય, અને કેઈના માથે બેસી જનારી પાઘડી પણ હોય.
માનવ કલ્યાણની અનુપમ ભાવનાથી શિવપુરોની આ અનોખી સંસ્થા આજ સોહી રહી છે.
* પ્રજાનું કલ્યાણ થાઓ, રાજા ઓ ન્યાયને માર્ગે પૃવીનું પાલન કરે, હમેશાં ગાય અને બ્રાહ્મણનું ભલું થાબો, અને સમસ્ત કો સુખી થાઓ.