________________
-
-
- - - -
- - -
- -
- -
-
-
પુરીને આંગણે
અમદાવાદની માફક ઇંદોરમાં પણ શિવપુરીની સંસ્થા માટે વિનંતિ કરવામાં આવતાં લગભગ પાંત્રીસ હજારનો ફાળો થયો હતો. આ ફાળામાં રાયબહાદુર શેઠ કનૈયાલાલ ભંડારીએ સાત હજારની ઉદાર રકમ ભરી હતી તે ઉપરાંત સિનેમાવાળા શેઠ ધન્નાલાલ મન્નાલાલે અઢી હજારની રકમ ભર પિતાનો ફાળો નોંધાવ્યો હતો.
અંદરનો ગુજરાતી સમાજ ખૂબ ઉત્સાહી, ઉદાર અને ધર્મપ્રેમી છે. હેમચંદ્ર છે. ની કંપનીવાળા ભાઈ મેહનલાલ લીલાચંદ, શેઠ નરસિંહદાસ કોલસાવાળા, શેઠ મોરારજી, શેઠ મંગળદાસ, શેઠે અમૃતલાલ, શેઠ દેવશીભાઈ, શેઠ શાંતિલાલ વગેરે કછી, ગુજરાતી અને સૌરાષ્ટ્રીય ભાઈઓએ લીધેલી જહેમત ખરેખર પ્રશંસાપાત્ર છે. આ ગૃહસ્થોએ પણ શિવપુરી માટેના ફાળામાં સારી રકમો ભરી હતી એટલું જ નહિ પણ બીજાઓ પાસે પણ ભરાવી હતી.
મુનિરાજે નૂતનવર્ષને મંગળ દિવસે સૌ કાર્યકર્તાઓને શુભાશીષ આપી હતી.
ઉપરાંત રાયબહાદુર કથાલાલ ભંડારી અને શેઠ મોહનલાલ લીલાચંદના ધર્મપ્રેમને અનુલક્ષીને શ્રી ભંડારીને “જૈનધર્મ દિવાકર અને શેઠ મોહનલાલને ધર્મરત્ન’ના પદથી વિભૂષિત કર્યા હતા.
છેવટે ઈદોર છેડતા એક જાહેર મેળાવડામાં “મધ્યભારત હિંદી સાહિત્ય સંમેલન’ તરફથી રાયબહાદુર સરદાર કીબે પી. એચ. ડી ના પ્રમુખપણ નીચે મુનિરાજ વિદ્યાવિજયજીને એક માનપત્ર આપવામાં આવ્યું હતું. ૪
જાએ પરિશિષ્ટ સેવ