________________
ઉજૈન
૩૮૭
અપને કે ન સહરાઈએ, ઓર ન નિદિયે કાય;
અજહુ લાંબા કાલ હય, ને જાનું કયા હોય? સૌએ મહાત્મા કબીરની આ અમૃતવાણું અંતરમાં ઉતારવા સરખી છે.
લગભગ બાર વર્ષ પહેલાં વિદ્યાવિજયજીએ ઉજજૈનમાં ચાતુર્માસ કર્યું હતું. તે વખતે તેમણે “શ્રી વિજયધર્મસૂરિ ગ્રંથમાળા' એ નામની એક ગ્રંથમાળા શરૂ કરી હતી. આ ગ્રંથમાળાના ઉત્સાહી મંત્રી શ્રી. દીપચંદજી બાંઠિયાએ નિસ્વાર્થવૃત્તિથી આ સંસ્થાની સુંદર સેવા કરી છે. બાર વર્ષના ગાળામાં સાઠ સાઠ જેવા ગ્રંથો સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિંદી, અંગ્રેજી અને સિંધી ભાષામાં પ્રસિદ્ધિને પ્રકાશ જોષી શક્યા છે.
વિદ્યાવિજયજીને પિતે સ્થાપેલી એ સંસ્થાનો આટલે સુંદર વિકાસ થયેલો જોઈ ઘણો સંતોષ થયો.
શિવપુરીની સંસ્થામાં સાત વર્ષ સુધી રહી મુનિરાજ વિદ્યાવિજથજી પાસે ગુજરાતી, હિંદી અને બંગાલી ભાષા ઉપરાંત જૈન તત્વજ્ઞાન અને મત્રોને અભ્યાસ કરનાર જર્મન વિદુષી ભારતીય સાહિત્ય વિશારદા ડૉ. કૌ ઊર્ફે સુભદ્રાદેવી, પી. એમ. ડી. પણ આ સમયે ઉજજૈનમાં હતાં.
તેઓ સિંધીઆ ઓરીએન્ટલ ઇન્સ્ટીટયુટના કયુરેટ તરીકે કાર્ય કરતાં હતાં. બાર વર્ષ પછી પોતાના ગુરૂનાં દર્શન થતાં એમના આત્માને અનહદ આનંદ થયો. ગુદેવનું ચાતુર્માસ ઉજનમાં કરાવી એમને લાભ લેવાની