________________
૩૮૬
ખંડ ૧૦ મો.
---
એટલું જ નહિ વરઘડે, તમ્બર, દિગમ્બરોનો સાથે જ કાઢી બંનેની વેદીઓ પણ સાથે કાઢી અને મૂર્તિ પૂજકનાં સાધુ વિદ્યાવિજયજી અને સ્થાનકવાસીના સાધુ શ્રી ચોથલમલજી બંનેએ એક જ પાટ ઉપર બેસી લગભગ દસહજારની માનવમેદની સમક્ષ પ્રવચનો આપ્યાં.
જે સંપ્રદાયો મંદિર અને મૂર્તિ માટે લડે, લડતા લડતા પ્રીવી કાઉન્સીલ સુધી જાય, તે સંપ્રદાયો એકબીજા સાથે હળીમળીને ભગવાન મહાવીરની જયંતી ઉજવે, મિશ્ર વડે કાઢે અને બંને સંપ્રદાયના સાધુઓ એક જ વ્યાસપીઠ ઉપર બેસી જનતાને પ્રવચન દ્વારા પ્રાધે એ ઘટના ખરેખર આશ્ચર્યકારક કહેવાય.
સાંપ્રદાયિકતાના જે વિષ ચઢયાં છે તેને ઉતારવામાં વિદ્યાવિજયજીની વિદ્યા-બુદ્ધિ-અભ્યાસ અને ઉદારતા કેટલું કાર્ય કરી શકે છે તેનું આ એક અનોખું અને જ્વલંત ઉદાહરણ છે. આવો પ્રભાવ-આવી કાર્યસરણી બહુ જ ઓછા સાધુઓમાં જોઈ શકાશે.
| વિદ્યાવિજયજીની આ ઉત્તમ પ્રવૃત્તિ પેલા સાગરપક્ષીય સાધુઓને ન રૂચિ. એમણે તે અહીંતહીં નિંદાઓ જ કર્યા કરી.
કબીરજીએ સાચું જ કહ્યું છે કે :
નિદા હમારી ને કરે. મિત્ર હમારા સોય; બિન સાબુ બિન પાનસે, મેલ હમારા ધાય. કહુકો ના નિદિઓ, સબકે કહીએ સંત; કરની અપની સોં તરે, ભજિયે શ્રી ભગવંત.