________________
અમદાવાદને આંગણે
૩૭૯
પણ જેમ એ હીરાનાં તેજથી સૌ કાઈ એના પ્રત્યે આકર્ષાય છે તેમ સાચી સેવા કવ્યનિષ્ટ ભાવે કરનાર મુનિરાજ પ્રત્યે જનતા આકર્ષવા લાગી. અમદાવાદની જનતાએ-હજારા જૈનાએ વિદ્યાવિજયજીને અમદાવાદમાં યાતુર્માસ કરવા માટે વિનંતિ કરી હતી. પણ દેહગામમાં ચાતુર્માસ કરવાનું નક્કી થઈ ગયુ હતું એટલે તે માટે અમદાવાદથી દેહગામ જવા તે રવાના થયા હતા.
શિવપુરીની નાન પશ્ત્ર માટે વિદ્યાવિજયજીની વિનતિને માન આપી જે કાળા ભરાવવામાં આવ્યા હતા તેમાં શેઠ રમણલાલ સારાભાઇ, શેઠ કલ્યાણજીભાઈ, શેક પૂજાભાઈ દીપચંદ્ર, શેઠ શકરાભાઈ લલ્લુભાઈ, શેડ કેશવલાલ લલ્લુભાઈ, શેઃ મણિલાલ વખતચંદ, રશે અચુભાઈ નથ્થુભાઈ, ઝવેરી મૂલચંદ આશારામ વૈરાટી, શેક ડાહ્યાલાલ રતનચંદ, નગરશેઠ વિમલભાઇ મયાભાઈ, રો પૂજાભાઈ ભૂલાભાઈ (શાહપુર), રોડ ચંદુલાલ તારાચંદ ઝવેરી વગેરેના મુખ્ય કાળેા હતા.