________________
૩૭૮
ખંડ ૧૦ મો
સાચે રાહ બતાવી શકે એમ છે.
જે અમદાવાદમાં એમનાં પ્રવચનના પ્રથમ દિવસે દસ-પંદર ભાવિકોએ હાજરી આપી હતી એ જ અમદાવાદમાં હજારોની માનવમેદની એમનાં પ્રવચનોનો લાભ લેવા લાગી એ શું બતાવે છે?
ઉત્તરોત્તર જનતાની ખાતરી થતી ગઈ કે સંસારનું હિત આવા જ સાધુઓ દ્વારા થવાનું છે. એ બતાવે છે તે માર્ગ સત્યનો છે જ્ઞાનનો છેધર્મનો છે.
અને વધારે પ્રભાવ પડવાનું મુખ્ય કારણ તે જેવું ઉચ્ચારણ તેવું આચરણ. જીવનમાં પોતે સત્ય, જ્ઞાન અને ધર્મનાં જે તે ઉતર્યા હતાં તે જ તો તેઓ જનતાને સમજાવી રહ્યાં હતાં–ોધી રહ્યા હતા.
શિવપુરીની સંસ્થામાં અભ્યાસ કરનાર મુનિરાજના કેટલાક શિષ્યો અત્યારે અમદાવાદમાં હતા. તે પછી પં. રતિલાલ દીપચંદ દેસાઈ અને બાલાભાઈ વીરચંદ દેસાઈ (જયભિખુ) આદિ મુખ્ય હતા. તેમણે વિદ્યાવિજયજીની પ્રવૃત્તિમાં સારો સહકાર આપો.
આ જાણીતા સાહિત્યકારો શિવપુરી સંસ્થાના રત્નો છે એ જ્યારે અમદાવાદની જનતાએ જાણ્યું ત્યારે તેમને સંસ્થા માટે માન ઉત્પન થયું. અને એ રીતે સૌ સંસ્થાના પરિચયમાં આવ્યા. પ્રસંગોપાત પં. રતિલાલ દેસાઈ વિદ્યાવિજયજીનાં પ્રવચન દરમિયાન શિવપુરી સંસ્થા માટે જનતાને વિનંતિ કરી એ સંસ્થાનું મહત્વ સૌને સમજાવતા હતા. આપણામાં કહેવત છે કે
હીરા મુખને ના કહે, લાખ હમારા માત”