________________
અમદાવાદને આંગણે
ass
ભાઈના પુત્ર શેઠ રમણલાલ, શેઠ બચુભાઈ નથુભાઈ, કાગળના વ્યાપારી શેઠ મણિભાઈ વખતચંદ વગેરે ગણ્યાગાંઠયા સજજનોની વિનંતિથી વિદ્યાવિજયજી ચોમાસા અગાઉ અમદાવાદ ગયા. પાંચકૂવા પાસે પાંચસાત સંગ્રહસ્થાએ એમને આવકાર્યા.
મહાવીર સ્વામીના મંદિરથી નગરશેઠ વિમળભાઈ સાથે થયા અને * વિદ્યાવિજયને ઉજમબાઈની ધર્મશાળામાં લઈ જવામાં આવ્યા. પ્રથમ દિવસે તો દસ-પંદર માણસોએ જ એમનાં પ્રવચનનો લાભ લીધો. પણ બીજે દિવસે શ્રોતાઓની સંખ્યા બસો સુધી પહોંચી ગઈ અને પછી તો દિન પ્રતિદિન એમાં વધારો થતો ગયો.
ત્યાર બાદ તે દરેક મહોલ્લા તરફથી વિનંતિ થવા માંડી. મંડપ રચાવા લાગ્યા. સારા યે અમદાવાદના ઉપાયોનાં પ્રવચનો બંધ થયાં. મુનિરાજ વિદ્યાવિજયજીનાં પ્રવચનો સાંભળવા માટે માનવસાગર ઉમટવા લાગ્યો. વિદ્યાવિજ્યજીએ પ્રસંગ જે પોતાનાં પ્રવચન દરમિયાન શિવપુરીની સંસ્થા માટે ઉપદેશ કર્યો અને રકમ ભરાવવી શરૂ થઈ ગઈ
હાથીખાના, શામળાની પોળ, દેસીવાડાની પોળ, આંબીલની પળનો ઉપાશ્રય, શાહીબાગ, જસવંત નગર એમ જુદે જુદે સ્થળે મુનિરાજનાં પ્રવચન થતાં ગયાં અને રકમ ભરાતી ગઈ. એકંદર બેતાલીસ દિવસ સુધી લાગલગાટ મુનિરાજ વિદ્યાવિજ્યજીની પ્રવચનમાળા ચાલી. તેમાં છેલ્લા દસેક દિવસમાં શિવપુરીની સંસ્થા માટે ત્રીસ-બત્રીસ હજારનો ફાળો ભરાઈ ગયો.
સાચા સંત પુરૂષોની શક્તિ અગાધ હોય છે. એ વાત તો એમના પરિચયમાં આવનારાં જ સમજી શકે છે. અને એવા સંતે જ જગતને