________________
શંખેશ્વર
૩૭૫
આ તીર્થધામમાં અમદાવાદના કેટલાક ગૃહસ્થ મુનિરાજના પરિચયમાં આવ્યા અને તેમણે અમદાવાદ પધારવા માટે એમને આગ્રહ કર્યો.
શિવપુરીને શ્રી. વીરતત્વ પ્રકાશક મંડળની સમિતિના પ્રમુખ શેઠ ધીરજલાલ અને ઉપપ્રમુખ શેઠ કાંતિલાલ બોરદાસ પણ આજ સ્થળે વિદ્યાવિજ્યજીને મળ્યા અને સંસ્થાના વિકાસ વિષે એમની વચ્ચે છુટથી વિચારોની આપ લે થઈ.