________________
૩૭૪
ખડ ૧૦ મે
આવ્યાં હતાં. વકીલ મોહનલાલ ચીનાઈ અને બીજા આગેવાનોએ મહારાજશ્રીની વિદ્વતા અને વકતૃત્વકળાને જનતાને સારો લાભ અપાવ્યો હતો.
ગાંડલમાં સાક્ષર શ્રી. ચંદુલાલ પટેલના પ્રયાસથી અનેક વ્યાખ્યાન થયાં હતાં તેમજ સ્વ. મહારાજ સાહેબે મહારાજની મુલાકાત લો ધર્મોપ્રદેશ સાંભળ્યો હતે.
આજ પ્રમાણે રાજકોટમાં પ્રવૃત્તિઓ થઈ હતી. રાજકોટમાં અનેક પ્રવચનો થવા ઉપરાન્ત નામદાર ઠાકોર સાહેબ અને રાજકુટુંબે મહારાજશ્રીને મહેલમાં અનેકવાર પધરાવી સારે લાભ લીધો હતો. રાજકોટના જૈનસંઘે મારા માટે આગ્રહપૂર્વક વિનંતિ કરી હતી. જૂનું શંખેશ્વર તો જૈનોનું જાણીતું ને માનીતું પવિત્ર તીર્થસ્થળ છે. મુનિરાજ વિદ્યાવિજયજીએ અહીંની યાત્રા પ્રથમવાર કરી. આ ભવ્ય અને પાવનકારી તીર્થની યાત્રા વિષે વિદ્યાવિજયજીએ પોતે પોતાનો સ્વાનુભવ જણાવ્યા હતું :
“મને આ તીર્થમાં જે આનંદ થયો તેવો આનંદ બહુ જ ઓછી તીમાં થયો છે. મંદિરમાં જઈ પ્રભુનાં દર્શન કરતાં અને પ્રાર્થના કરતાં હું ખૂબ રડી પડ્યા હતા આટલે રોમાંચકારી ભાવ ભાગ્યે જ અન્ય કોઈ સ્થળે મને ઉદ્ભવ્યો હશે.”
આવા પવિત્ર તીર્થધામોએ હજુ આપણી શ્રદ્ધાને ટકાવી રાખી છે. જે સ્થળે જતાં જ આત્મા પ્રસન્નતા અનુભવે–શારીરિક અને માનસિક સંતાપ દૂર થાય, નવું ચેતન જાગે, તે સ્થળે જ સાચાં પ્રભુધામો છે. એ પ્રભુધામો માનવીને પ્રભુ પ્રત્યે આકર્ષે છે. એના હૈયાને વિશુદ્ધ બનાવી શાંતિ બક્ષે છે- ધર્મનો સાચો રાહ દર્શાવે છે,