________________
: c૭ : ભૂજમાં ચાતુર્માસ
I તુર્માસ શરૂ થાય તે પહેલાં “સદન વાડી અને વાંઢાયની
બે કેળવણી સંસ્થાઓની મુલાકાત લેવાનો વિદ્યાવિજયજીને મેક મળ્યો. “સદનવાડી' સંસ્થાના સંચાલક-એના પ્રાણસમાં પ્રભુલાલ ધોળકીઆ ઘણા વખતથી મુનિરાજને પધારવા માટે વિનંતિ કરતા હતા.
સરસ્વતી સદનમાં રાષ્ટ્રભાષા હિદીને પણ સારું સ્થાન આપવામાં આવ્યું હતું. હિંદી પરીક્ષામાં પસાર થનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપવાનો મેળાવડે મુનિરાજ વિદ્યાવિજયજીના પ્રમુખપણ નીચે યોજવામાં આવ્યો. અને વાતાવરણમાં અજબ રંગ જામ્યો.
આ સ્થળની પાસે જ વાંઢાયનું ગુરૂકુલ છે. એનો કુલપતા બાવા ઉધ્ધવદાસજી છે. મુનિરાજે જોયું કે આ સંસ્થામાં આઇબરનું પ્રાધાન્ય ઘણું છે.