________________
ગામડાની ગાઢમાં (મંજલ)
૩૫૫
ચીયાસરવાળા પુનશીભાઇ વગેરે મંડળીના એવા તેા સરસ સુમેળ જામ્યા કે ન પૂછે। વાત. આ બધાના સહકારથી આ નાનકડું ગામ ગાજી ઊયું. વાતાવરણમાં આનંદત્સાહ છવાઇ ગયા. ફચ્છના અનેક ગામામાંથી લગભગ બે હજાર માનવીએ આ નાનકડા ગામમાં જયંતી મહેોત્સવને આનંદ માણવા ઊતરી આવ્યાં. ત્રણ દિવસ સુધી વાતાવરણમાં રંગ જામ્યા. જુદા જુદા વક્તાઓનાં પ્રવચને થયાં. આજુબાજુના છેાકરાએના ખેલા, વ્યાયામના પ્રયેગા, કન્યાઓના ગરમા આદિ કાર્યક્રમ પણ સુંદર રીતે રજૂ થયા.
આ મંગલ પ્રસંગે ભાગ લેવા આવેલા સૌ અતિથિઓનું સ્વાગત પણ સારી રીતે કરવામાં આવ્યું હતું. જયંતીના આ કાર્યક્રમમાં રાહા જાગીરના જાગીરદાર ડાકાર સાહેબ શ્રી. હુમ્ભીરસિ’હજી બહાદુરે પોતાના યુવરાજ અને અમલદારા સાથે પધારી સભાનું પ્રમુખસ્થાન લઇ પ્રસંગને દીપાવવામાં સુંદર ફાળા આપ્યા હતા.
અને જે આશયથી મુનિરાજે આ નાનકડા ગામનેા નિવાસ કર્યો હતા તે શરીરસુધારણાને આશય ફળ્યેા. મુનિરાજની સતત પ્રવૃત્તિ ચાલુ હોવા છતાં અહી'નુ' ચાતુર્માસ આરોગ્યની દૃષ્ટિએ પણ લાભદાયી નીવડયું. કચ્છ ખાતે મુનિરાજનું વજન ૪૫ રતલ ઘટી ગયું હતું તેમાં અહીના ચાતુર્માસ દરમિયાન ૨૪ રતલનેા ઉમેરા થયા.
રતનમ્હેન જેવાં સેવાભાવી અેને પેાતાનાં વતનમાં ચાતુર્માસ કરાવી વિદ્યાવિજયજીના સાનિધ્યને ધર્મ લાભ પેાતાના વતનવાસીઓને સારા અપાવ્યા. રતનમ્બ્યુનની ગુરૂભકિત અપૂર્વ હતી. એમની ઇચ્છા પેાતાને ખર્ચે પગપાળા પાલીતાણાની યાત્રા કરવાની થઇ.