________________
૩૬૬
ખંડ ૧૦ મે
અધર્મશાળાઓ બની ગઈ છે. એ ધર્મશાળાના મુનિમો યાત્રાળુઓ પાસેથી કેવી યુકિત-પ્રયુકિતથી પૈસા પડાવે છે ? તેઓ સાધુ-સાધ્વીઓને એ ધર્મશાળાઓમાં મહિનાઓ કે વર્ષો સુધી કેમ રહેવા દે છે? યાત્રાળુઓ પાસેથી મુનિઓએ ઉપાજિત કરેલા દ્રવ્યમાં કહેવાય છે કે ધર્મશાળાના માલીકે કેવો ભાગ રાખે છે? મુનિના અનેક પાપોની વાત બહાર પડવા છતાં ધર્મશાળાના માલીકે શા માટે એ જડ ઘાલી બેઠેલા જુલમગારને દૂર નથી કરતા? વગેરે અનેક બાબતે મુનિરાજ વિદ્યાવિજ્યજીએ જાહેર કરી.
અને સાચા સાધુનું તે સદાયે એ જ કર્તવ્ય છે કે અધર્મને દૂર કરવો અને ધર્મના સંસ્થાપન માટે પોતાના પ્રાણ પાથરવા.
તેમણે તો એટલે સુધી જાહેર કર્યું કે જે જૈનસમાજ આ અધમ સ્થિતિનો લોપ કરવા માટે પ્રયત્ન ન કરે તો પાલીતાણાના રાજ્ય એ ધર્મશાળાઓ ઉપર પોતાનો અધિકાર જમાવવો જોઈએ.
કચ્છના પ્રવાસમાંથી સ્થાનકવાસી સંપ્રદાયના પ્રસિદ્ધ સાધુ શ્રી દેવચંદ્રજી આદિ ચાર સાધુઓ વિદ્યાવિજ્યજીની સાથે જ હતા. પાલીતાણાના પ્રવાસ દરમિયાન પણ તેઓ તેમની સાથે મંદિરમાં દર્શને જતા હતા એટલું જ નહિ પણ ચૈત્યવંદન પણ કરતા હતા. જુદા જુદા સંપ્રદાયના સાધુઓને આમ એક સાથે નિહાળી લેકને આશ્ચર્ય થતું. લેકીને આશ્ચર્ય થાય એ સ્વાભાવિક પણ હતું. એક ટોળીએ મોં ઉપર મુહપત્તિ બાંધી હેય ને બીજી ટળી હાથમાં મુખપત્તિ રાખે એ વાત લોકોને કુતૂહલભરી લાગવા માંડી.
કચ્છથી કાઠિયાવાડ સુધીના પ્રવાસમાં આ સમગ્ર સાધુઓ કઈ