________________
રિબંદરનું ચાતુર્માસ
૩૭
પિરિબંદરના જૈન સંઘે આ ચાતુર્માસ દરમિયાન ખૂબ લાભ
લીધે.
ઉત્સ થયા, મહા થયા અને તપસ્યાઓ પણ થઈ. ખૂબ ધામધૂમ મચી રહી. આ પ્રસંગોએ અહીંના જનસંઘે દ્રવ્ય ખર્ચવામાં પણ દિલની સારી ઉદારતા દર્શાવી હતી.
પોરબંદરના જૈનેતર મહાનુભાએ પણ વિદ્યાવિજયજી જેવા સાધુપુરૂષની તન મન અને ધનથી સારી સેવા બજાવી હતી. આ
અને તેમણે સૂચવેલા કાર્યો પાર પાડવામાં રાજરત્ન શેઠ નાનજીભાઈ કાલિદાસ, રાજરત્ન શેઠ મંચરજી હીરજીભાઈ વાડિયા, શેઠ કલ્યાણજી મોનજી, શેઠ હરકિશન ખુશાલદાસ, શેઠ ગોપાલજીભાઈ, શેઠ દેવચંદભાઈ કેશવજી, શેઠ ઋષભદાસ ધર્મશી, શ્રી. માલદેવભાઈ રાણા, શેઠ રૂગનાથભાઈ મૂલચંદ શેઠ ગુલાબચંદ રતનશી વગેરે મહાનુભાવોને ફાળે મુખ્ય હતો.
ચાતુર્માસ ઉતરે, વિહાર કરવા અગાઉ, પિોરબંદરની સમસ્ત પ્રજા તરફથી વિદ્યાવિજયજીને એક સન્માનપત્ર આપવાનો અદ્ભુત મેળાવડે
જાયો હતો હતો. આ મેળાવડામાં સમસ્ત રાજકુટુંબની પણ પધરામણી થઈ હતી. મહારાણા સાહેબ શ્રી નટવરસિંહજી આ સભાના પ્રમુખ હતા. સ્ત્રી પુરૂષોની મેદનીથી મંડપ ચીકાર ભરાયો હતો. મુનિરાજને આપવાનું માનપત્ર રાજરત્ન શેઠ મંચેરશા વાડિયાએ વાંચ્યું હતું. મહારાણા સાહેબે પ્રમુખસ્થાનેથી એક મનનીય અને મુનિમહારાજ
1
• જો પરિશિષ્ટ ચૌદમું.
*