________________
૩૦
ખંડ ૧૦ મે
પ્રજા એક પરમ સાધુપુરૂષની સાધુતાનાં સન્માન કરી રહ્યાં હતાં.
આ મેળાવડામાં સૌ. ના. મહારાણી સાહેબ, યુવરાજશ્રી તથા સૌ. યુવરાત્રીશ્રી એમ સમસ્ત રાજકુટુંબે હાજરી આપી હતી એટલું જ નહિ પણ હિંદુ, મુસલમાન, પારસી સર્વ કામના આગેવાન પ્રતિષ્ઠિત પુરૂષોએ પણ આ અપૂર્વ ઉત્સવમાં ભાગ લઈ પિતાને ભકિતભાવ દર્શાવ્યો હતો.
પોરબંદરના વિહાર દરમિયાન સમસ્ત રાજકુટુંબે અવારનવાર વિદ્યાવિજયજીનાં પ્રવચનમાં પધારી તેમજ રાજમહેલમાં નિમંત્રણ આપી જ્ઞાનચર્ચા દ્વારા સારો લાભ લીધો હતો.
આ સમયે કેગ્રેસનાં આંદોલન ચાલી રહ્યાં હતાં. સ્વતંત્રતાનો વાયુ સમસ્ત ભારતવર્ષમાં કુંકાઈ રહ્યો હતો. પોરબંદર જેવા શાંતિપ્રિય અને ઉદાર રાજ્યમાં બનેલા તેફાનોથી વિદ્યાવિજયજીને ભારે દુઃખ થયું. લાઠીમાર અને તે પછી થયેલી નાગરિકની ગિરફતારીને અંગે રાજા પ્રજા વચ્ચે જે કડવાશ ઉભી થઈ તે દૂર કરાવવા વિદ્યાવિજ્યજી મહારાજે ખૂબ પરિશ્રમ ઊઠાવ્યા.
અને સાધુપુરૂષનું તો એ જ કર્તવ્ય છે. રાજા-પ્રજા વચ્ચે મેળ કરાવી સૌનું કલ્યાણ થાય એવા પ્રયત્ન આદરવામાં જ સાચા સાધુની સાધુતા છે.
વિદ્યાવિજયજીએ જે પરિશ્રમ સેવ્યો તેમાં તેમને સફળતા મળી, અને એને પરિણામે રાજકુટુંબ અને પ્રજાનું એક સ્નેહ સંમેલન યોજવામાં આવ્યું. તેમાં વિદ્યાવિજ્યજીએ આપેલાં બોધક પ્રવચને બંને પક્ષને એહ સાંકળથી જોડવાનું ચમત્કારિક કાર્ય કર્યું.