________________
: ૮૧ : પોરબંદરનું ચાતુર્માસ
ઠી તાકોરસાહેબ શ્રી. પ્રહલાદસિંહજી તરફથી એક
1. પ્રતિનિધિમંડળ વિદ્યાવિજયજી અને એમની સાધુમંડળીને લાઠી પધારવા માટે પાલીતાણા વિનંતિ કરવા આવ્યું હતું એટલે પાલીતાણાથી સૌ સાધુઓ લાઠી પધાર્યા. ત્યાં ઠાકોર સાહેબ શ્રી. પ્રહલાદસિંહજીએ સારી ઉદારતા દર્શાવી. લાઠીના છ દિવસના મુકામ દરમિયાન રાજ્યકુટુંબે વિદ્યાવિયજીના ધર્મબોધનો સારો લાભ લીધે હતો. મંજીરાના મંજુલ રણકાર કરી ગુજરાતને પોતાની લલિત કવિતા ગાઈ સંભળાવનાર સ્વ. કવિ લલિતજી સાથે પણ વિદ્યાવિજયજીએ સાહિત્યચર્ચાઓ તેમજ જ્ઞાનગોષ્ટિ કરી હતી.
લાઠીમાં વિદ્યાવિજયજીના જાહેર પ્રવચનો રાખવામાં આવ્યાં હતાં અને તેમાં જનતાએ સારો રસ લીધો હતે.