________________
પાલીતાણાનાં પવિત્ર ધામમાં
૩૬૫
પરિણામ એ આવ્યું કે ત્યાંના કહેવાતા કેટલાક સાધુ-સાધ્વીઓ ખળભળી ઊઠ્યાં. એમને લાગ્યું કે અમારા કાર્યને અવરોધનાર આ કેળુ પાકો ? રાજ્ય અને રાજ્યના કર્મચારીઓ પણ ચમકી ઊઠ્યા. આ શું ?
ધર્મશાળાની કોટડી કોટડીએ, રસ્તામાં–ગમે ત્યાં આના બેઆના ઊઘરાવતા આવા વેશધારી સાધુ-સાધ્વીઓ ધર્મને નામે આજે શું કરી રહ્યા છે?
પાપી પેટનો ખાડો પૂરવા માટે ભીખ માગી રહ્યા છે. વાસનાઓને તૃપ્ત કરવા માટે અનાચાર આદરી રહ્યા છે. સાધુનાં ઉપકરણો અને પુસ્તકે એક પાસેથી લઈ બીજાને વેચી રહ્યા છે અને એ વસ્તુ પુનઃ વ્યાપરીને ત્યાં જઈ યાત્રાળુને વેચાઈ રહી છે. આવા શ્રાવક વ્યાપારીઓ અને સાધુ દલાલેના સોદા જોઈ મુનિરાજ વિદ્યાવિજ્યજીનું હૈયું કંપી ઉડ્યું.
એ ઉપરાંત કહેવાતા મેટા મોટા આચાર્યોની પોલ પણ આ પ્રખર સાધુ પુરૂષે બહાર મૂકી દીધી. ધર્મભૂમિમાં–તીર્થસ્થાનમાં આવી ઉજમણું શા માટે કરવામાં આવે છે? એમાં વિધવાઓનો શંભુ મેળો શા માટે મળે છે, શ્રીમંત વિધવાઓને ભોળવી એની મિલ્કતો જ્ઞાનને બહાને-ધર્મને નામેશા માટે પડાવવામાં આવે છે, નાનાં શિશુઓને ચેલા બનાવી, એના માબાપોને લક્ષ્મીની લાલચે, કેવી રીતે અપાય છે એ બધી ઘટનાઓ ઉપર મુનિરાજે પ્રકાશ પાડો.
અને પાલીતાણાની ધર્મશાળાઓમાં આજે શા ધંધા થઈ રહ્યા છે? ધર્મશાળાનો સાચો અર્થ આજે કોણ સમજે છે ? એ ધર્મશાળાઓ