________________
પાલીતાણાનાં પવિત્ર ધામમાં
૩૬૩
બુધ્ધિને કાટ ન લાગી જતો હોય તેમ વાતાવરણની મલીન અસર નીચે આવી જતાં વાર નથી લાગતી.
ખાસ કરીને આવાં તીર્થસ્થાનોને નિવાસ જાળવવો બહુ જ કઠણ થઈ પડે છે. તીર્થસ્થાનોમાં ન હોય ત્યાંથી પરિપુ આવીને ઉભા રહે છે. પરિણામે સાધુની સાધુતા રહેતી નથી. આમાંથી બચે છે કેણુ? સંયમને દંડ હાથમાં લઈ વિહાર કરનાર. પછી તો માયા, મેહ, મત્સર, મમતા, ક્રોધ અને કામ જેવા સૌ પ્રલેભને એને સંયમદંડ જોતાં જ દૂર ભાગી જાય છે.
લગભગ આ તીર્થસ્થાનમાં અઢીસો ત્રણસો સાધુ સાધ્વી તો જાણે પડ્યાં પાથર્યા જ રહે છે.
આ વિષે મુનિરાજ વિદ્યાવિજયજીએ અહીં આવતાં પહેલાં ઘણી દુ:ખદ ઘટનાઓ સાંભળી હતી પણ અહીં આવ્યા પછી તે એ બધું પ્રત્યક્ષ દૃષ્ટિગોચર થતાં એમને કેટલાક કહેવાતા સાધુઓ માટે ઘણું દુઃખ થયું.
આવા સાધુઓ શા માટે આખી સાધુસંસ્થાને બદનામ કરવા તત્પર થતા હશે? આવા જ સાધુઓને કારણે આજે સંસારીઓને સાધુઓ પરથી શ્રધ્ધા ઊઠતી જાય છે. તેઓ પોતાના કર્તવ્યનો માર્ગ ચૂકી ગયા છે.
કર્તવ્યની કેડી ઉપર ચાલ્યા જવું એ ધર્મ છે,
સમજી શકે તે સાધુઓ-જીવનવણે એ મર્મ છે.
અને તેમાં ય જૈન સાધુ એ તે બધાં બંધનોથી પર છે. કારણ કે એ પરિત્રાજક છે. આજ અહીં તો કાલ તહીં. વિશાળ દુનિયા એ જ એનું ઘર છે. જ્યાં વિહાર કર્યો એ જ એનો વિસામો છે. ધર્મપ્રચાર એ એનો