________________
૩૬૨
ખંડ ૧૦ મે.
લીક ધર્મ ચર્ચા કરી. જે જે પ્રસંગે કાનજી સ્વામી નિરૂત્તર બની જતા ત્યાં ત્યાં તેઓ જણાવતા કે આ વાત સમજવી કઠિન છે અને એમ કહી તે પ્રસંગને ટાળી દેતા.
પાલીતાણામાં મુનિરાજ વિદ્યાવિજ્યજીનું બાદશાહી સ્વાગત કરવામાં આવ્યું. રાજા અને પ્રજા બંનેનો ઉત્સાહ અપૂર્વ હતો. દીવાન સાહેબ સામૈયામાં આવ્યા હતા.
ત્યાં મુનિરાજનું પ્રવચન યોજવામાં આવ્યું. પાલીતાણાનરેશ કદી પણ કોઈ આચાર્ય કે સાધુના પ્રવચનમાં હાજરી નહોતા આપતા પણ વિદ્યાવિજયજી પ્રત્યે સન્માન જાગતાં તેમણે પહેલી જ વાર મુનિરાજનાં પ્રવચનમાં હાજરી આપી અને ધર્મલાભ લીધો.
પાલીતાણામાં આવ્યા બાદ મુનિરાજ વિદ્યાવિજયજી અને પ્રજાની સાથે કચ્છથી પધારેલા શ્રી દેવચંદ સ્વામી વગેરેએ સાથે મળીને લગભગ બધી ધર્મશાળાઓમાં ફરીને ઘણાખરા મુનિરાજની મુલાકાત લીધી પણ સાધુઓમાં જોઇએ તેવી ધર્મભાવના જણાઈ નહિ.
- પાલીતાણા એ તે જૈનોનું પરમ ધર્મતીર્થ ગણાય. આવાં તીર્થોની મહત્તા સાધુઓ નહિ સમજે તો કેણ સમજશે ? સાધુઓ તો પ્રજાના માર્ગદર્શક છે. આવા પવિત્ર સ્થળે સાધુ સાધ્વીઓ વિના પ્રજને લાંબા સમય પડ્યા રહે એ ઈષ્ટ નથી. લોકસાહિત્યમાં એક સુંદર ચરણ છેઃ
‘જોગી તે ભમતાં ભલાં “ એ વાત સાવ સાચી છે. જેવી રીતે પાણી બંધિયાર રહેવાથી ગંધાઈ ઊઠે છે તેવી રીતે જોગી-સાધુનું પણ છે. એક સ્થળે રહેવાથી જાણે એમની