________________
૩૫૬
ખંડ - મે
મુનિરાજ વિદ્યાવિજ્યજીને સિદ્ધાચળની યાત્રાએ ગયે લગભગ પા સદી વીતી ચૂકી હતી. ફરી એની યાત્રા કરવાની મનમાં મહેચછા થયા કરતી. ત્યાં રતનચ્છેને સંઘ કાઢવાની વાત કરી.
અને દરિયાવ દિલના રતનબ્લેને પોતાના કુટુંબીઓ તેમજ નેહીઓ સાથે એક સંઘ કાઢયો. કાર્તિક વદ ત્રીજના રોજ આ સંઘ પાલીતાણાના પ્રવાસે જવા માટે પ્રસ્થાન કર્યું.
મંજલથી પાલીતણાનો માર્ગ ઘણો વિકટ છે. મુસાફરી પણ સેંકડો માઈલની કરવાની હતી. સાધુઓ તો જાણે પગપાળા વિહાર કરવા માટે ટેવાયેલા હતા પણ સંસારીઓને પણ એમની સાથે ખેંચાવાનું હતું. શિયાળાની સીસકારીઓ બોલાવતી ઠંડી તો કહે કે મારું કામ અને તેમાં કચ્છના નિર્જળ પહાળી મુલકમાંથી પસાર થવાનું.
વીસેક પુરૂષ અને સાત બહેનને આ સંઘ શ્રદ્ધાથી આગળ વધ્યો. માર્ગમાં આસપાસનાં ગામડાંના ઘણું ભાઈબ્લેન મુનિરાજના વિહારની વાત સાંભળતાં દર્શન માટે દોડી આવતાં. એટલું જ નહિ પણ મુનિરાજને પિતાપિતાને ગામ રોકવા વિનંતિ કરતા.
સામાન્ય રીતે આજે આપણે સાંભળીએ છીએ–અનુભવીએ છીએ કે પ્રજામાંથી ધર્મશ્રદ્ધા ઓછી થતી જાય છે. ધર્મભાવના ભૂંસાતી જાય છે પણ હજુ ગામડાંઓમાં યાંના વતનીઓમાં શ્રદ્ધાની જ્યોત ઝગી રહી છે. માત્ર દીવાને સતેજ રાખવા માટે એમાં જેમ તેલ પૂરવાની જરૂર છે તેમ આવા ગ્રામવાસીઓની શ્રદ્ધાને સતેજ કરવા માટે ધાર્મિક પ્રવચન રૂપી તેલની જરૂર છે.
મંજલ છોડ્યા પછી મુનિરાજના સંઈ કેટરી, ભોજાય, ઉણનેહ,