________________
-
-
-
-
-
૩૪૬
ખંડ - મે
સ્ત્રી-પુરુષોની ભીડ જામે અને પ્રભાવનામાં પતાસા, નાળીએર, વધારે ખપે માટે ઉપાશ્રય સારો કે જ્યાં પાંચ પચાસ માણસથી વધારે આવી જ ન શકે અને તે પણ જૈન વાણિયા જ, પણ વિદ્યાવિજ્યજીને વાણિયાઓની પ્રભાવનાની દરકાર જ કયાં હતી? એવી લાલચથી લોકોને વ્યાખ્યાનમાં ખેંચી લાવવાની વિદ્યાવિજયજીને જરૂર નહોતી. એમની વાણી જ એવી અપૂર્વ પ્રભાવના હતી કે જે તે સ્વીકારવા ધર્મક નાત જાતના ભેદ વિના તમામ લોકો દોડી આવતા.
અને મુનિરાજના પ્રવચનો વંડામાં શરૂ થયાં. રોજ હજારે માનવીઓ-સ્ત્રીપુરુષ એનો લાભ લેવા ઉમટતાં.
જે લેકને આ વંડામાં વ્યાખ્યાન સાંભળવા આવતાં અભડાઈ જવાનો ભય લાગતા તેઓનાં પગલાં પણ ધીમે ધીમે આ બાજુ પડવાં લાગ્યાં.
મુનિરાજની આ શુભ પ્રવૃત્તિમાં મહારાવશ્રી, મહારાજ કુમારશ્રી. ' દિવાન સાહેબ અને બીજા અધિકારીઓએ સારો સહકાર આપ્યો હતો.
ચાતુર્માસ માટેનું નિમંત્રણ જ શ્રી વિજયરાજજી સાહેબે મુનિરાજને આપ્યું હતું. રાજવીને માથે તે રાજકાજનાં અનેક કાર્યોનાં રોકાણ-ચિંતા જવાબદારી હોય છે. Uneasy lies the head that wears the crown. છતાં પણ તેઓશ્રી એમાંથી પણ સમય કાઢી વખતોવખત મુનિરાજને બોલાવી લાભ ઊઠાવતા.
આ ચાતુર્માસ દરમિયાન વિદ્યાવિજયજીના ગુરૂદેવ શ્રી વિજયધર્મસૂરિજી મહારાજને અરાઢમો “પુણ્યતિથિ' મત્સવ કરાચીના ભૂતપૂર્વ મેયર શ્રી રૂસ્તમ સધવાના પ્રમુખપદે ઉજવાયો હતો. તેઓ એક ખાસ