________________
૩૪૮
ખંડ ૯મો
કાર્ય આસાનીથી થઈ જશે એમ સૌને લાગતું, પણ કચ્છના તે વખતના મહારાવાથી અને તેમનું સસ્ત કુટુંબ ઘર્મપ્રેમી હોવા છતાં જડી ચાલતી આવતી રૂઢિઓમાં ૨ાતનાર હોઈ એવા રિવાજોને એ વળગી રજા હતા. એટલે કંઈ જ થઈ શકે એમ ન હતું. કે તો મુનિરાજ : પર આક્ષેપો કરવા લાગ્યા. પણ એમણે એટલું ન વિચાર્યું કે મુનિરાજથી આ બાબતમાં શું થઈ શકે ?
ભૂજની સ્થિરતા દરમિયાન કચ્છના વાગડ અને બીજા પ્રાંતના દુષ્કાળથી પીડાયેલા માનવીઓ માટે મુનિરાજે કરાચીના નાગરિકને એક વિનંતિ કરી હતી. તેના જવાબમાં જમશેદ મહેતા, એદલ ખરાસ, ડુંગરશી ધરમશી સંપટ, શેઠ મેહનલાલ કાલિદાસ વગેરેએ રૂપીઆ બે હજાર મોકલ્યા હતા. મોમ્બાસાથી ભાઈ મગનલાલ જાદવજી દેસીએ પણ પિતાના તરફથી એક હજાર રૂપિયા મોકલ્યા હતા.
કચ્છના સૌ ભાઈઓને મુનિરાજ પ્રત્યેનો પોતાના હૈયાને ઉમળકોમમતા દર્શાવ્યા. - તા. ૧૯ મી નવેમ્બર ૧૯૪૦ ના રોજ કછરાજ્યના વડા તબીબી અમલદાર , જાદવજીના પ્રમુખપણ નીચે એક સમારંભ યોજવામાં આવ્યું. મુનિરાજે સૌનું કલ્યાણ વાંછી અંતરના આશીર્વાદ આપ્યા. આ પ્રસંગે કચ્છના દિવાન સાહેબથી માંડીને સર્વ અમલદારોએ મુનિરાજને એક “આભાર પત્ર આપીને પોતાની સહયતાનો પરિચય કરાવ્યો હતો.
જુઓ પરિશિષ્ટ અગિયારમું