________________
૩પ૦
ખંડ - મે
ત્યારબાદ કોટડા અને વિમોટી થઈ માગશર વદ પાંચમે મુનિમંડળ અબડાસાની ભૂમિ તેરામાં આવી પહોંચ્યું. ત્યાંથી નળિયા થઈને જ આવ્યાં.
જખના ઝગડામાં મુનિરાજ વિદ્યાવિજ્યજીને ખૂબ અનુભવ થયો. તેઓ ત્યાં ગયા ત્યારે પૂર્ણ શ્રદ્ધાથી સૌએ લવાદનામું લખી આપ્યું. સે સો વર્ષના મંદિરના ઝગડાનો અંત આવ્યો. કેટલાક મુનિરાજને એમ પણ કહેતાઃ “મહારાજ! તમારે વળી આવા ઝગડામાં પડવાનું શું કામ?'
અમુક સાધુઓએ કેટલાક લેકિને ચઢાવ્યા એટલે તેઓ પણ બોલવા લાગ્યાઃ
અરે ! એ તો તપગચ્છના સાધુ. તમે અંચળગચ્છના. મંદિર અંચળગચ્છના શ્રાવકનું બનાવેલું–તપગચ્છના સાધુને તે વળી ફેંસલાનું કામ સપાતું હશે ?”
એટલું જ નહિ પણ મુનિરાજની નિંદા પણ કરવા લાગ્યા.
પણ ભતૃહરિએ કહ્યું છે તેમ મુનિરાજને નિંદા શા ને સ્તુતિ શી ? કૂવાના દેડકાથી સાગરનાં માપ શું મપાય ? વામન મનના માનવી મુનિરાજના હૃદયની વિશાળતા કયાંથી પિછાની શકે? હીરાની કિંમત તે સારે ઝવેરી જ કરી શકે.
જગતમાં એ તો અનાદિકાળથી બનતું આવ્યું છે-સારા કાર્યને વિરોધ હંમેશા થતો આવ્યો છે પણ અંતમાં તે સચ્ચાઈનો વિજય છે.
સુકાર્યોમાં હંમેશાં મુશ્કેલીઓ આવ્યા જ કરે છે પણ સાધુપુષ્પો • જુએ પરિશિષ્ટ બારમું