________________
કચ્છના અન્ય ગામોમાં
૩૫૧
એ મુશ્કેલીઓથી ડરી જતા નથી. તેઓ તે એનો સામનો કરી એના ઉપર વિજય મેળવે છે અને એ રીતે જનતાનું કલ્યાણ કરે છે. મહાવીર, બુધ્ધ, વિવેકાનંદ, શંકરાચાર્ય કે દયાનંદ સરસ્વતી-એવા મહાપુરૂષોના માર્ગમાં ક્યાં ફૂલ બીછાવાયાં હતાં? એમના માર્ગોમાં કંટક પથરાયા હતા છતાં તેઓએ એ કંટકને પણ ફૂલ બનાવ્યાં હતાં. વિષને પણ અમૃત બનાવ્યાં હતાં. અને પોતાની માનવતા દ્વારા પશુતાના પૂજારીઓને સાચા માનવ બનાવ્યા હતા.
મુનિરાજ વિદ્યાવિજ્યજી પણ હમેશાં પોતાના વિચારોમાં મક્કમ રડે છે ઘણું વિચારપૂર્વક કરેલા એમના નિણ અંતિમ હોય છે-એમાં સત્ય અને નીતિ હોય છે. એની પાછળ ધર્મ અને તેના પરિશીલનનું બળ હોય છે. એમાં શ્રદ્ધા અને સેવાના સિંચન હોય છે.
તેઓ હમેશા પોતાનાં પ્રવચનો દ્વારા શ્રોતાઓને ભાર દઈને જણાવે છે:
“ઈશ્વરને પ્રાર્થના કરતાં કહે કે હજારે વિડ્યો, હજારે નિંદની નિંદાઓ અને હજારો આફતોને સહન કરવાની મને શકિત આપે.' જુઓ તમારો આત્મા કેટલે ઉન્નત બને છે. વિરોધીઓ સામે વિરોધ ન કરે. નિંદક સામે નિંદા ન કરવી. આત્માની સાક્ષીથી તમારા અંતરાત્માના અવાજ પ્રમાણે તમે તમારું કાર્ય ધપાવે જાઓ, વિજય જરૂર મળશે.'
ચાર માસ સુધી અબડાસાને વિહાર થયાતેરા, નળિયા, જખૌ, લાલા, પરજાઉ, વાડાપધ્ધર, કોઠારા, સાયરા, સુથરી, ડુમરા, વરાડીયા, સાંધવ, ભાનાડા–આ બધા પ્રદેશની જનતાને ભકિતભાવ અપૂર્વ હતે.