________________
૩૫?
ખંડ - મે
નળિયામાં ત્યાંના મંદિરને શતાબ્દિ મહોત્સવ હોવાથી પુનઃ મુનિમંડળી ત્યાં આવી. અને ત્યાંથી જશાપર, સિંધેડી, રાપર, વાંકુ, અરિખાણા થઇ સુથરી આવ્યા અને ત્યાંથી સાંધણ. હાલાપર, કેટડી, લિડિયા થઈને મંજલ રેલડિયા ખાતે મુનિરાજ આવી પહોંચ્યા. | તેરામાં પંડિત પુરૂષોતમદાસ, વૈદ્યરાજ કૃષ્ણદાસ, ર્ડો. જીવરાજ, પટેલ કુંવરજી, જખૌમાં પંડિત રઘુનાથ શાસ્ત્રી, વાંકુમાં દેશળભાઈ, હાથીભાઈ, આરિખાણામાં હીરજીભાઈ, સુથરીમાં ચોરાસી વર્ષની ઉંમરના “બાપા” તરીકે ઓળખાતા શેઠ ખીમજી ભગત વગેરે મુનિરાજના સમાગમમાં આવ્યા એટલું જ નહિ પણ એમણે સારે ધર્મલાભ લીધે.
કલીકટ જેટલે દૂરને સ્થળે રહેતા દાનવીર શેડ નાગજી પુરૂષોત્તમ તરફથી હજારોના ખર્ચે કેટડીની પાસેના લિડિયાના જંગલમાં પશુઓ માટે વિશાળ મકાન તૈયાર કરવામાં આવ્યાં છે. તે મકાનને એક ઉદ્દઘાટન સમારંભ સં. ૧૯૯૭ ને માર્ગશીર્ષ વદ ૧૨ ના રોજ ઘણો ભવ્ય રીતે ઉજવાયો હતો. આ સમારંભમાં પ્રાસંગિક વ્યાખ્યાનો પણ થયાં હતાં.