________________
ભૂજમાં ચાતુર્માસ
૩૪૭
વિમાન દ્વારા ભૂજ આવ્યા હતા. ગુજરાત કાઠિયાવાડ અને કચ્છના જુદા જુદા તાલુકાઓમાંથી ઘણુ લોકોએ આ મત્સવમાં ભાગ લીધે હતે.
દિવાળીના દિવસમાં, ઘર ઘર દીવા થાય;
ફટાકડા ફટ ફટ ફુટે, બાળક બહુ હરખાય. એ કવિતાનું પહેલું ચરણ બરોબર છે પણ ફટાકડા ફુટતાં જોઈ બાળક હરખાય છે એ બીજું ચરણ ઘણુ સમયથી વિદાય માગી લે છે. તેને બદલે લખવું જોઈએ
‘ફટાકડા ફોડે નહિ, એમાં પાપ ઘણાં ય.”
મુનિરાજે પણ અહીં શાળાઓ અને કન્યાશાળાઓમાં જઈ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને ફટાકડા નહિ ફેડવાનો સબોધ આપે.
આ પ્રવતિનું શુભ પરિણામ આવ્યું અને જાણે ભૂજમાંથી ફટાકિડાનો મોહ અલેપ થયો.
ભૂજના ભૂધણરૂપ સેવાભાવી કાર્યકર્તાઓ નગરશેઠ સાકરચંદ્ર પાનાચંદ, તુલસીદાસ મૂળજીભાઈ શેઠ, તથા રાયસિંહ કાનજી રાઠોડ જેવા નિસ્વાર્થી ભાઈઓ મુનિરાજના સમાગમમાં આવતાં મુનિરાજના હૈયામાં એમના સેવાભાવની સારી પ્રતીતિ થઈ.
કચ્છમાં નવરાત્રિ અને દશેરાના દિવસે પશુવધ થતા. મુનિરાજની કચ્છ ખાતે હાજરી હોવાથી મુંબઈની જીવદયા મંડળીએ મુનિરાજ તેમ જ કચ્છના મહારાવશ્રી ઉપર પત્રો લખ્યા, તાર કર્યા.
હિંસાની આ પ્રવૃત્તિ કોઈ પણ સંજોગોમાં અટકવી જોઈએ એમ તેઓ સૌ માનતા અને તેમાં એ મુનિરાજની હાજરી હોવાને કારણે આ