________________
४४
ખંડ - મે
મુનિરાજને લાગ્યું કે આ સંસ્થામાંથી ઉધ્ધવદાસ જતા રહે તે એનું શું થાય ? અને એમણે પોતાના સ્વભાવ પ્રમાણે પ્રવચનમાં એ વસ્તુનો જ સહજ નિર્દેશ પણ કર્યો.
ત્યારબાદ થોડા દિવસે એમને ખબર પડી કે બાવાજીને વૈરાગ્ય થવાથી પસાર થઈ ગયા. વળી પાછું થડા સમયે એમ પણ જાણવામાં આવ્યું છે કે બાવાજી પાછા આવ્યા છે અને એક મટુલી બાંધી ઉપલક દષ્ટિએ ગુરૂકુલ ઉપર દેખરેખ રાખે છે.
ચાતુર્માસ કરવા માટે મુનિરાજ અને એમની મંડળી ભૂજ ખાતે આવી પહોંચી. મુનિરાજ પિતાનાં પ્રવચનો દારા જનતાને જ્ઞાનનાં અમૃત પાઈ રહ્યા હતા.
એક દહાડે સાંજ પડી રહી હતી. એક અપંગ વૃદ્ધ ડેસીમા બે લાકડીના ટેકાથી હળવે હળવે ચાલતાં મુનિરાજ પાસે આવ્યાં અને વંદના કરીને બેલ્યાં :
“સાહેબજી ! આપ માસામાં વ્યાખ્યાન કયાં કરશે?” મુનિરાજે જણાવ્યું : “વંડામાં.”
માજીના હૈયામાં જાણે ધરતીકંપનો ધક્કો ન વાગ્યા, જાણે કે એમને માથે બેઓ ન તૂટી પડ્યો હોય તેમ એમની વેદનાનો તો પાર જ ન રહ્યો.
એમણે કહ્યું: “ અરે રે! મહારાજ ! વંડામાં તે વ્યાખ્યાન થાય? આ લાખ કરીને અપાસરો શું કામ બન્યો છે ?'
મુનિરાજે જણાવ્યું : “જે માટે બન્યા હશે તે ભગવશે, મા !
* દેવા