________________
૩૪૨
મુનિરાજને લાગ્યું કે દેશના વિદ્યાથીવર્ગમાં શિસ્તપાલનને ઘણો અભાવ છે. એમને પોતાનાં સાચા કર્તવ્યનું ભાન નથી. આવા વિદ્યાર્થીઓ દેશનું શું દળદર ફીટવાના છે?
અને છતાં એમણે બંને પક્ષો વચ્ચે સમાધાન કરવાના ઘણા પ્રયત્નો કર્યા અને એમાં એમને ફત્તેહ મળી. સાડા ત્રણ વાગે સમાધાન થયું. આ સમાધાનના કાર્યમાં માંડવીના ભાટિયા બાલાશ્રમના ગૃહપતિ કલ્યાણભાઈ છાયાએ સારો સહકાર આપ્યો હતે.
ભૂજ વિદ્યાર્થી સંઘના આશ્રય નીચે સંમેલનનું કાર્ય બે દિવસ ચાલ્યું.
મુનિરાજને આ બે દિવસ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓને મલીન વૃત્તિને ખ્યાલ આવી ગયો. એમણે એ વિદ્યાર્થીઓમાં લોભ, ઈર્ષ્યા અને બેટો મમત જે.
સંમેલનના પ્રમુખપદેથી મુનિરાજે એક મનનીય પ્રવચન આપ્યું હતું. ખરેખર એ આખું પ્રવચન વિદ્યાર્થીઓએ બોધ લેવા લાયક છે. *
છે જુઓ પરિશિષ્ઠ દસ હું