________________
૩૦૨
ખંડ ૮ મે
પ્રવૃત્તિમાં વ્યતીત થાય એ રીતનો કાર્યક્રમ યોજે છે.
આજે તે યંતીનો પવન ખૂબ વાયા છે. પણ જયંતી કેની હેય? જેણે પિતાના દેશને કાજે પ્રાણની આહુતિ આપી હોય એવા રાષ્ટ્રવીરની; જેણે ધર્મને કાજે પિતાના સમગ્ર જીવનને ન્યોછાવર કર્યું હોય તેવા ધર્મવીરની અથવા તે જેણે પરાર્થે પોતાના જીવનનું સમર્પણ કર્યું હોય એવા કોઈ પરોપકારી મહાનુભાવની.
પણ આજે જગતની દૃષ્ટિ ટૂંકી થતી જાય છે. પ્રગતિના આ જમાનામાં પ્રગતિને નામે જગત પીછેહઠ કરી રહ્યું છે. સામાન્ય માનવીઓ સુંઠને ગાંગડે ગાંધી બની પોતાની જાતની મહત્તા વધારવાના ફાંફાં મારી રહ્યાં છે. લાયકને લાયક સ્થાન આપવામાં જાણે એમને નામ લાગે છે. રખેને પોતાની ક્ષુદ્રતા ઉઘાડી પડી જશે એવી બીક રહે છે પણ જેઓ સાચા સેવક છે–રાષ્ટ્ર અને ધર્મના–પ્રજા અને પ્રભુના–તેમને માટે તે ઈશ્વરના આશીર્વાદ સદા ઉતરતા જ હોય છે. તેઓ તો એનો અમર સંદેશ લઈને જ જગતમાં આવ્યા હોય છે.
એવી જ મહાન વિભૂતિ આચાર્ય શ્રી વિજયધર્મસૂરિ મહારાજે હતા. એમની જયંતી ભારે ધામધામથી જૈન પ્રજા, અને સમસ્ત પ્રજા ઉજવે એ પોતાની જાતને ધન્ય કરવા સરખી છે. - એમની પંદરમી યંતી કરાંચી ખાતે સારી રીતે ઉજવવામાં આવી. તે ઉપરાંત તે સાથે અડાઈ મહેત્સવ પણ ઉજવવામાં આવ્યો. આ ત્રણ દિવસ જમશેદજી નસરવાજી મહેતા, સાધુ ટી. એલ. વાસવાણી અને દુર્ગાદાસ એડવાનીએ અનુક્રમે પ્રમુખસ્થાન લીધું હતું.
આ પ્રસંગે જૈન જ્યોતિના તંત્રી ભાઈ ધીરજલાલ કરશી શાહ,