________________
૩ર૪
ખંડ - મો
મલીર છોડ્યા પછી લાંધી, પીપરી, ગગરશેઠ, ડાભેજી, ઘારો, ગુંજે, ઠઠ્ઠા, સિંધુનો કાંઠે, સુજાવલ, દડી, મીરપુર, બરો, ખોરવાહ, ગોઠ મુલ્લાહુસેન, તરાઈ, બદીન, હારી, કઠણ, લાલા, જે પતન અને રડેમી બજાર - આમ પ્રવાસ કરતાં કરતાં–આત્માનો આનંદ અનુભવતાં અનુભવતાં મુનિરાજનું મંડળ કચ્છના કિનારે પોષ સુદ ૭ ના રોજ આવી પોંચ્યું.
મુનિરાજ વિદ્યાવિજ્યજીની મંડળી મલીરથી કઢા આવી. ઠા છોડ્યા પછી સાત માઈલ દૂર આવેલી સિંધુ નદી ઊતરવાની હતી. કરાચીવાળા શ્રી એદલ ખરાસે પહેલેથી ત્યાં આવી બંદોબસ્ત કર્યો હતે. એટલે જંગલમાં પણ મુનિમંડળને જરા ય મુશ્કેલી નડી ન હતી.
ત્યાંથી મુનિરાજ બદીને આવ્યા. કરાચી અને હૈદ્રાબાદથી સિંધી ભાઈ બહેનો તો અહીં સુધી ધર્મલાભ લેવા આવતા હતા. શ્રદ્ધા એ અજબ વસ્તુ છે. એની જ્યોત સદા જેનાં અંતરમાં પ્રગટે છે એનું જીવન સાર્થક થાય છે. મુનિરાજના ત્યાગભાવે કરાચી અને હૈદ્રાબાદના ભાઈ ખેનો ઉપર ન ભુંસાય એવી છાપ પાડી હતી. તેઓ એમનો ભક્તિભાવ દર્શાવવા બદીન સુધી આવી પહોંચ્યા હતા.
સિંધ સરકારે મુનિમંડળીને માટે જેમ પોલીસની વ્યવસ્થા કરી હતી તેમ, પબ્લીક વર્કસ ખાતાના બંગલાની પણ વ્યવસ્થા કરી હતી.
છતાં કઈ કઈ મિજાજ અફસરને પણ અનુભવ થયો. અને એમને મિજાજી દમામ જોઈ મુનિમંડળ હસી પડતું. પણ જ્યારે એ શુદ્ર જીવોને બધી વિગતની જાણ થતી ત્યારે એ