________________
૩૨૮
ખંડ ૯ મે
બિચારા સ્વયંસેવકો અને નાકરે પાણી વિના વકાસી રહ્યા હતા.
ચતુર્ભ જભાઈ નામના એક ગૃહસ્થે કહ્યું :
એમ હાથ જોડીને બેસી રહેવાથી શું વળવાનું છે? એક ભીલને સાથે લઈને લેરીમાં ચાલે.”
અને એ ઉપડયા તે બારએક વાગે પાણી લઈને આવ્યા.
પાણી લેવા જતાં આવતાં એમને પારાવાર મુશ્કેલી નડી. બીજા દહાડાની મુસાફરી તે વળી રણમાં થવાની હતી. એટલે તે માટે પાછા તે લોકો સાંજે પાણી ભરવા ગયા તે છેક મોડી રાતે આવ્યા.
સવારે સૌએ મુકામ ઉકાવ્યો અને રણની જમીન ઉપર મીઠાના થર જાણે જામી ગયા હતા. ચોગરદમ પશુ, પંખી-કે ઝાડપાન કાંઈ જ જોવા ન મળે. આવી મુશ્કેલીભરી મુસાફરી કરતાં મુનિમંડળ ભીડીઆરા આવી પહોંચ્યું અને ત્યાંથી પોષ વદ ૪ ને રવિવારના રોજ તેઓએ કરછના પાટનગર ભૂજમાં અપૂર્વ સકાર સાથે પ્રવેશ કર્યો.