________________
: ૩૪: ભૂજથી વિદાય
( ૯મી માર્ચ ૧૯૪૦ ના દિને ભૂજ ખાતે ચાલીસ દિવસના
- નિવાસ પછી મુનિમંડળ ભદ્રેશ્વર જવા માટે રવાના થયું.
અને ભદ્રેશ્વર આવતાં ત્યાંની રમણીયતાએ, મંદિરનાં આકર્ષણે, શાંત વાતાવરણે મુનિરાજનાં ચિત્તને ત્યાં સ્થિર થવા માટે સાદ પાડે.
ફાગણ સુદ ત્રીજથી પાંચમ સુધી અહીં લોકોને ભારે મેળો ભરાયો. લેકે ધારતા કે આ વખતે દુષ્કાળના કારણે મેળામાં બહુ ઓછા લેકે ભાગ લેશે.
પણ માનવીની ધારણા ઓછી જ ગણિતનો હિસાબ હોય છે ? જેમ તીડ પડે એમ માનો ઉલટી પડ્યાં. મેળામાં અજબ રંગ જામે.
મેદાનના એક સુંદર મંડપમાં મુનિરાજના પ્રવચનોગવવામાં આવ્યા.