________________
: ૭૫ : માંડવીમાં મહાવીર જયંતી
ડવીમાં મુનિમંડળ સત્તર દિવસ રોકાયું હતું. ત્યાંના
યુવકમંડળે અપૂર્વ ઉત્સાહ દર્શાવ્યો હતો. માંડવીમાં મહાવીર જયંતી અદ્દભુત રીતે ઉજવાઈ હતી. પંદરથી સત્તર હજાર માણસેએ સભામાં હાજરી આપી હતી. અને એટલા બધા માણસોનો ભોજન પ્રબંધ માત્ર ગણત્રીના જ કલાકોમાં થાય એ ખરેખર પ્રભુની જ કૃપાનું ફળ હતું. આ સભાનું પ્રમુખસ્થાન કચ્છના વર્તમાન નરેશ શ્રી. વિજ્યરાજજીએ સ્વીકાર્યું હતું.
મુનિરાજ વિદ્યાવિજ્યજીનાં વ્યક્તિત્વનો પ્રતાપ એ જ્યાં જ્યાં સંચરતાં ત્યાં ત્યાં અજબ રીતે પડી જતો. જોકે એમની પાછળ અંજાઈ જતા–ઘેલા થતા.