________________
ખંડ - મે
રાય અને રંક, વિદ્વાન અને અભણ -કોઈપણ જાતના ભેદભાવ વિના મુનિરાજનાં પ્રવચનોની મોજ માણવા લાગ્યા, આખું કચ્છ ફરવાથી પણ મુનિરાજને જૈન સમાજના ભાઈઓનો જે પરિચય ન થાત તે એમને આ મેળાએ કરાવ્યો.
કચ્છ બહારથી આવતા સાધુઓને કચ્છના લેકે પરદેશી સાધુ તરીકે ઓળખે છે.
મુનિરાજ વિદ્યાવિજયજી, કચ્છી લોકોની દષ્ટિએ પરદેશી સાધુ હતા. અહીં વિદ્યાવિજયજીએ કચ્છની પ્રજાનાં હદયની વિશાળતા અનુભવી. ત્યાંના “દેશી સાધુઓના સંપર્કમાં પણ આવ્યા. પણ એ સંપર્ક દરમિયાન મુનિરાજે શું જોયું ? ત્યાંના “દેશી સાધુઓના દિલની સંકુચિતતા.
મેળાની પૂર્ણાહુતિ બાદ પણ મુનિરાજ પંદર દિવસ ભદ્રેશ્વર ખાતે જ રોકાયા. ભદ્રેશ્વરમાં ધર્મ લાભ લેવા આવતા શ્રીમદ રાજચંદ્રજીના - ભક્ત શ્રી. પુનશીભાઈ જ્ઞાનચર્ચામાં સારો રસ લેતા.
મહાવીર જયંતીને દિવસ નજીક આવી રહ્યો હતો. વિદ્યાવિજયજીને લાગ્યું કે “મહાવીર જયંતી” નો દિવસ આખા રાજ્યમાં જાહેર તહેવાર તરીકે મંજૂર થાય તે કચ્છની જૈન પ્રજાના આનંદનો પાર ન રહે. ગામેગામ તે દિવસે મહાવીર સ્વામીની જયંતી ઊજવાય અને વાતાવરણ શુધ્ધ બને અને મુનિરાજે એ સંબંધી કચ્છના મહારાવશ્રીને પત્ર લખી માગણી કરી. પરિણામે આ માગણી સ્વીકાર્યાને તાર ધર્મપ્રેમી દીવાનશ્રી રાણાસાહેબ તરફથી મળે અને જનોના આનંદનો પાર ન રહ્યો.