________________
૩૬૦
ખંડ મો
અને ભૂજમાં સૌ કોઈ એમની પાસે ધર્મ લાભ લેવા તત્પર બની ગયું.
વિદ્યાવિજયજી જ્યારે કાશી ખાતે શ્રી યશવિજય પાઠશાળામાં સંસ્કૃત શીખતા હતા ત્યારે એમના ગુરૂદેવ સાથે શ્રી મોહનવિજયજી નામના એક મુનિરાજ રહેતા.
એ વાત ઉપર અત્યારે પાંત્રીસ વર્ષના પડદા પડી ચૂક્યા હતા. આટલે લાંબે સમયે પણ એવા વાવૃદ્ધ મુનિરાજનાં દર્શનનો લાભ લેવાને જાણે કુદરતી જ સંજોગ હોય એમ લાગ્યું. ભૂજમાં પ્રવેશતાં જ એ સાધુપુરૂષનાં દર્શન થયાં.
અને એમનાં દર્શને કાશીપાઠશાને એ ભૂતકાળ જાગૃત થયો.
અને સ્મરણે તાજાં થતાં ગુરૂદેવની તેજસ્વી મૂર્તિનું સ્મરણ પણ થયું. જેમને ચરણે બેસી પોતે ધર્મનો કક્કો ઘૂંટયો હતો-જેમનો કૃપાપ્રસાદ પામી પોતે આત્માનો ઉત્કર્ષ સાધ્યો હતો જેમની છત્રછાયામાં પોતે જ્ઞાનનાં તેજ ઝીલ્યાં હતાં જેમની પાસે પોતે ધર્મની દીક્ષા લીધી હતી એવા પૂજ્ય ગુરૂદેવ સાથેના સર્વ જીવન પ્રસંગે હૃદય ફલક ઉપર જાણે રમવા લાગ્યાં.
અને ભૂજમાં ચાલીસ દિવસે મુનિરાજ વિદ્યાવિજ્યજી અને મુનિ૨ જ શ્રી. મેહનવિજયજી બંને સાથે જ રહ્યા.
ભૂજમાં નાતના વંડા' તરીકેના એક પ્રસિદ્ધ સ્થળે નગરશેઠ સાકરચંદ પાનાચંદ, જાધવજી પાનાચંદ, દેવચંદ કાનજી અને એવા બીજા જૈન સેવા સમાજના સભ્યોએ મુનિરાજનાં પ્રવચનો ગોઠવવાની વ્યવસ્થા કરી.