________________
કરછના કિનારે
૩૨૫
સૌ પાણી પાણી થઈ જતા. અને મુનિરાજની સેવા માટે પ્રાણ પાથરવા તૈયાર થતા.
અને જનતા તે ભાવની ભૂખી છે. લોકોને જાણ થાય કે મુનિમંડળી આવી છે કે બિચારા ત્યાં દોડતા આવે. મીઠાઈ લાવે, પતાસાં લાવે, કેટલાક રોકડ રકમ સાદર કરે.
મુનિરાજ વિદ્યાવિયજી કહેતાઃ “પૈસા અમે લેતા નથી.”
આ સાંભળી લોકોને નવાઈ લાગતી. મીઠાઈ અને પતાસાં ગરીબોને વહેંચાવી દેવામાં આવતાં.
મુનિરાજના ઉપદેશની જબરી અસર થતી. કેટલાક તો પ્રવચને સાંભળી માંસાહારનો ત્યાગ કરતા.
કેટલાક વિદ્યાનો આડંબર કરનારા અર્ધદગ્ધ પંડિત તરીકે ઓળખાતા ભાગું તુટયું સંસ્કૃત, ભાગ્યું તૂટયું સિંધી એમ ભાષાનો ખીચડો કરતાં મુનિરાજ પાસે આવતા. પણ જ્યારે તેઓ મુનિરાજની વાણી સાંભળતા ત્યારે એ મુગ્ધ થઈ જતા.
આપણા દેશની જનતામાં અજ્ઞાને મોટું ઘર કર્યું છે. કોઈ દોરાધાગા કરાવવા આવે, તો કેટ દવાદારૂ કરાવવા આવે.
મુનિરાજ કહેતા :
અમે તો આશીર્વાદ આપી જાણીએ છીએ.” અને એ સાંભળી સૌ ખુશ થતા.
એક પ્રસંગે હકાબાદથી ત્રણ મુસલમાન અમલદારે મેટરમાં બે