________________
વિભુતિઓની જયંતીએ
૩૯૫
નથી ને નોકર પણ નથી મળતો કે જે ગાય પોતાને અને પોતાનાં બાળકને શુદ્ધ દૂધ આપીને શરીરે પુષ્ટ કરે છે. રસ્તામાં ગાય મળે તે ગાયના શરીર ઉપર હાથ ફેરવી આંખે લગાવે, ગાય સામી મળે તો તેના કપાળમાં કંકુનો ચાંદલો કરે; પણ ગાય વસુકી જાય અને દૂધ દેતી બંધ થાય તો બે પૈસા યે આપ્યા સિવાય સીધી પાંજરાપોળમાં પધરાવે? આ છે આપણી ગૌ પૂજા.
આવી રીતે કૃષ્ણની ગીતાના ગુણ ગાનારાઓ ગીતામાં વર્ણવેલા યોગને કેટલો આદરે છે?
મારી દષ્ટિએ કર્મયોગ વધારે શ્રેષ્ઠ છે. કર્મયોગથી માણસ ધર્મયોગી બની શકે છે. જ્ઞાનયોગી પણ બની શકે છે.”
ઈ.સ. ૧૯૩૮માં પ્રભુતત્વ પ્રચારકમંડળ તરફથી ઉજવાયેલી કૃણુજયંતી પ્રસંગે મુનિરાજ વિદ્યાવિજયજીએ પ્રમુખ તરીકે સુંદર પ્રવચન કર્યું હતું
આજે કૃષ્ણલીલાના બહાના નીચે કૃષ્ણભક્ત કૃષ્ણ ભગવાનની ભકિત કરી રહ્યા છે કે એક જાતનો સાંસારિક વિષયેનો પ્રચાર કરી રહ્યા છે? આજે કૃણનું એક પણ ચિત્ર ગોપી વિનાનું તો નથી જ હેતું એ શું બતાવે છે.
કઈ પણ ધર્મ વૈરાગ્યથી જ ઓપી શકે છે.'
તા. ૧૧ મી સપ્ટે. ૧૯૩૭ ના રોજ મરાઠાઓ તરફથી સેવા કુંજમાં ગણોત્સવ ઉજવાયો હતો તે પ્રસંગે મુનિરાજે પ્રવચન કરતાં જણાવ્યું હતું કે ઉંદરનું વાહન બનાવીને ગણેશજી સૂચવે છે કે સંસારના તમામ જીવોને હડપ કરનાર મૃત્યુ ઉપર તમે વિજય મેળવો.
તા. ૧૦ થી ૧૩ મી જુન ૧૯૩૮ સુધી શ્રી કબીરજયંતી ઉજવાઈ મુ. ૨૦