________________
વિભુતિએની જયંતીએ
૩૦૩
ખુશાલભાઈ વસ્તાચંદ, પંડિત લાલન, પ. લોકનાથ, વગેરેએ ઉપયોગી પ્રવચનો કર્યા હતાં.
તે ઉપરાંત હીરાલાલ ગણાત્રા, ન્હન પાર્વતી સી. એડવાની, પી. ટી. શાહ ડો. કે. બી. પટેલ, વગેરેએ પણ પિતાનું પ્રાસંગિક વકતવ્ય રજૂ કર્યું હતું.
સોળમી જયંતી પણ ભરચક કાર્યક્રમથી ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે અઠાઈ મહોત્સવ સાથે વિશેષતા શાંતિસ્નાત્રની હતી.
ત્રણ દિવસના કાર્યક્રમમાં કરાચીના લેમેયર હાતીમ અલવી, જમશેદ મહેતા, શેઠ શકરાભાઈ લલ્લુભાઈ એમણે અનુક્રમે પ્રમુખસ્થાન સ્વીકાર્યું હતું.
આ પ્રસંગે પણ વકતાઓનાં પ્રસંગોપાત વ્યાખ્યાનો યોજાયાં હતાં. આ જયંતી પ્રસંગે કરાચીની કોઈ પણ કામના વકતાઓને વકતૃત્વકલાની હરિફાઇમાં ઉતરવા નિમંત્રવામાં આવ્યા હતા. જુદી જુદી કામના પંદર જેટલા વકતાઓએ હરિફાઈમાં ભાગ લીધો હતો અને એમાં ઉત્તીર્ણ થયેલાને ઇનામ આપવામાં આવ્યાં હતાં.
કરાચીના જાણીતા કીર્તનકાર ચુનીલાલ અંબારામ વ્યાસે શ્રી વિજયધર્મસૂરિજીનું આખ્યાન ગદ્ય-પદ્યમાં બે દિવસ સુધી સંભળાવી શ્રોતાઓને અનોખો આનંદ કરાવ્યો હતો. આવી રીતે જુદા જુદા ભરચક કાર્યક્રમોથી સત્તરમી યંતી પણ ઉજવાઈ હતી.
વિદ્યાવિજયજી કેવળ પોતાના ગુરૂદેવની જયન્તી મનાવીને જ સંતોષ માનતા નથી. ભારતમાં જે જે વિભૂતિઓ થઈ છે-એક અથવા બીજી