________________
૩૧૮
ખંડ ૮ મે
આવનારા સવ કેનાં મન છથી લીધાં છે, અને પિતાના શુધ્ધ આચાર અને વિચાર વડે પિતાના સતત કામ અને ઉપદેશ કાર્ય અને નાના મોટા સર્વને નિખાલસતાથી અને નિરાભિમાનથી મળવા ભેટવાના ક્રમ વડે તેમણે પ્રત્યેકના ઉપર તેમના હૃદયની મહત્તાની છાપ પાડી છે.
આવા પુરૂષોને લીધે જ જગતને ક્રમ નિર્ભર છે, એવી અસર ઉપજાવી છે. પોતે જૈન ધર્મના આચાર્યપદે બિરાજવા છતાં ઈતર ધર્મ અને ધર્મીઓ પ્રત્યે હમેશાં સભાવ જ દાખવ્યો છે.
આવો પુરૂષ એક જૈનધર્મના આચાર્ય છે એમ કઈ શા માટે કહે ? તેઓ હિંદુ ધર્મના અથવા આગળ વધીને કહીએ કે જગવ્યાપી જીવદયા ધર્મના આચાર્યનાં સ્થાન અને માનને યોગ્ય છે. અને તેવા પુરૂષની મહત્તાની કરાચીવાસીઓએ કરેલી કદરમાં અમે નરી યોગ્યતા જોઈએ છીએ. આવા ઉચ્ચાશથી શુદ્ધ ચારિત્ર્યવાન ઉન્નત વિચારવાની અને માનવપ્રેમી તથા જીવદયા પ્રેમીના સન્માન અને કદરનશીનીના સાથી બનીએ છીએ અને પ્રભુ પાસે ચાહીએ છીએ કે વિદ્યવિજ્યજી જોવાની જીવનપ્રણાલી અને કાર્ય ઈતર મહારાજે અને ધર્મોપદેશકે માટે દૃષ્ટાંતરૂ૫ થઈને અનુકરણ યોગ્ય બનો જ
અને આમ કરાચી ખાતેનું કર્તવ્ય પૂર્ણ કરી તેઓ કચ્છના વિહાર નીસરવા તૈયાર થયા.
તા. ૧૮ મી ડીસેમ્બર ૧૯૩૯ને એ દિવસ હતો. સવારના સાડાઆઠ વાગ્યા હતા, મુનિરાજ વિદ્યાવિજ્યજી અને એમના બંને શિષ્યએ કરાચીના જૈન દેરાસરના ઉપાશ્રમમાંથી કચ્છ-ભૂજના વિહારે જવા પગલાં પાડયો.
• હિતેચ્છુ તા. ૩ મી જાન્યુઆરી ૧૯૩૯