________________
વસમી વિદાય
આ દશ્ય ખરેખર અદ્દભૂત હતું અવર્ણનીય હતું–નયના મનહર હતું.
હજારની વિશાળ માનવમેદની આ સાધુ પુરૂષને વિદાય આપવા આવી હતી. સૌના હૈયાને આજે પિતાને સ્વજન પરદેશ જતો હોય એટલું દુઃખ થતું હતું. વાતાવરણમાં જાણે કરુણાનો ઘેરો રંગ છવાઈ રહ્યો હતો.
અને સરઘસ શરૂ થયું. બેન્ડના સુંદર સફેદો વચ્ચે જૈન સ્વયંસેવક દળના બંદોબસ્ત સાથે મોટા માનવસમુદાયે પ્રયાણ આદર્યું. પારસી કેલેનમાં સૌ આવી પહોંચ્યા. મુનિરાજના પારસી શિષ્ય એદલ ખરાસને આંગણે તે આજે આનંદ માતો ન હતો. ગુરૂદેવની પધરામણી થઈ હતી.
વધામણી! વધામણી ! વધામણી
આજ હે ! આનંદની વધામણી.” એમ શ્રી ખરાસનું આખું યે કુટુંબ આનંદસાગરમાં ઝોલા ખાતું હતું. શ્રી ખરાસે સરઘસમાં સાથે આવેલાઓને બદી સેવ જમાડી અકકેક શ્રીફળની ભેટ આપી..
બીજે દિવસે મુનિરાજ ગુજરાતનગર પધાર્યા. ત્યાં શિકારપુરી શેઠ રાકીસનના બંગલે ત્રણ દિવસ ગાળ્યા અને ત્યાં પણ પિતાનાં પ્રવચન દ્વારા એમણે સૌને સબોધ આપે. અહીં જૈનસંઘના પ્રમુખ શેઠ છોટાલાલ ખેતસીભાઈએ મહારાજશ્રીને આપવાનું માનપત્ર* વાંચી સંભળાવ્યું. આ સભાનું પ્રમુખસ્થાન કરાચીના પારસી મેયર રૂસ્તમજી ખુરશેદજીએ સ્વીકાર્યું હતું.
• જુઓ પરિશિષ્ટ નવમું.