________________
૩૦૬
ખંડ ૮ મે
હતી અને એમાં કબીરપંથના આચાર્ય મહંત સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજીના આગ્રહથી મુનિરાજ વિદ્યાવિજયજીએ પ્રમુખસ્થાન સ્વીકાર્યું હતું.
એ પ્રસંગે ઉપસંહાર કરતાં એમણે જણાવ્યું હતું
સંસારના પ્રત્યેક મહાપુરૂષના જન્મ પાછળ કંઈ ને કંઈ વિચિત્રતા અને કૌતુક રહેલાં હોય છે. આ રીતે કબીરસાહેબના જીવનમાં પણ કંઈક વિચિત્ર ઘટનાઓ હોય તો આશ્ચર્ય પાળવા જેવું નથી. આપણે તો જે મહાપુરૂષો ઉત્પન્ન થયા તેમનો સંદેશ શો છે? તેઓ પોતાનું જીવન શી રીતે જીવ્યા? જગતનાં કલ્યાણ માટે તેમણે શું કર્યું તે જ માત્ર ધ્યાનમાં રાખવાની જરૂર છે.
તા. ૧૧ મી સપ્ટેમ્બર ૧૯૩૮ના રોજ પ્રભુતત્વ પ્રચારક મંડળના આશ્રય નીચે પારસીઓના મહાન પયગમ્બર જયથાસ્તસાહેબનો જન્મત્સવ મુનિરાજ વિદ્યાવિજયજીના પ્રમુખ પણ નીચે ઉજવવામાં આવ્યો હતા. એ પ્રસંગે પણ મુનિરાજે પ્રેરક પ્રવચન કરી શ્રોતાઓને પોતાનાં જ્ઞાનનો લાભ આપ્યો હતો.