________________
૩૦૦
ખંડ ૮મે
ત્યાં એની અનેખી સુવાસથી આકર્ષાઈ સૌ કોઈ દેડી આવે એ સ્વાભાવિક છે. મુનિરાજનાં જ્ઞાનની સુવાસ આખાયે કરાચીમાં મહેક મહેક મહેકી રહી હતી. સૌના હૈયાંને મહેકાવી રહી હતી.
અને વકતૃત્વવર્ગમાંથી યુવક પરિષદ બોલાવવાનો વિચાર જ અને એ પરિષદ બેલાવવા માટે તા. ૫: ૨ : ૩૮ના રોજ જૈનયુવક સંઘ ની સ્થાપના કરવામાં આવી. છતાં એમાં “હાલાઈ ” અને “ઝાલાવાડી” આવા તડ મુનિરાજની દૃષ્ટિ જોઈ શકી. અને એમને દુઃખ થયું. એને અંગે યુવકોની પ્રવૃતિ શિથિલ થઈ ગઈ. છતાં એ યુવક ઘની પ્રવૃત્તિ અવારનવાર ત્યાં ચાલુ હતી.