________________
૨૯૮
ખંડ ૮ મે
એમ આ દિવસો કેવળ જનો માટે હેલી ડે તરીકે મંજુર કર્યા છે પણ વિદ્યાવિજ્યજી ઈચ્છતા કે મહાવીર જયંતીને દિવસ જનરલ હેલી ડે તરીકે મંજુર થાય. પરંતુ સિંધમાં જેની સંખ્યા ઓછી છે એવું કહેવામાં આવ્યું. મુનિરાજે જણાવ્યુ
“ખરી રીતે અધિકાર ભોગવનાર જેનોની સંખ્યા ઓછી હવા છતાં જૈન કેમ એક મોટી, ઉદાર અને શાંતિ પ્રિય છે એ દ્રષ્ટિએ એના માનની ખાતર પણ એક અથવા બે દિવસ જનરલ હોલી ડે તરીકે મંજુર કરે એ ગવર્નમેન્ટનું કર્તવ્ય છે. ગવર્નર સાહેબે આ સંબંધી પિતાથી બનતું કરવાનું વચન આવ્યું હતું.
આ ઉપરાંત સિધ ગવર્નર મુનિમંડળીના કચ્છ તરફના વિહાર માટે એમની સાથે જનાર ગૃહસ્થની મંડળીને માટે જોઈતી અને બની શકતી તમામ સગવડ કરી આપવા પિોલીસ ખાતાને ભલામણ કરી હતી. તેને કારણે મુનિરાજ શ્રી. જયંતવિજયજીને અને પછીના વર્ષે મુનિરાજ વિદ્યાવિજ્યજીને કચ્છ જવા માટે ઘણી જ અનુકુળતા મળી હતી.
શ્રી. હિંમાશું વિજ્યજી સ્મારક હિંમાશુવિજ્યજી જેવા ચારિત્ર્યવાન વિદ્વાન સાધુને હાલા ખાતે સ્વર્ગવાસ થયો એ સૌને માટે દુઃખનો વિષય હતો-એમના સ્વર્ગવાસને બીજે દિવસે તેમના સ્મારક ફંડની શરૂઆત થઈ હતી. હાલાના સંઘે પોતાના તરફથી શ્રો. હિમાશું વિજયજીની એક દેરી અને પાદુકા રાખીને સ્મારક કાયમ રાખવાનું જાહેર કર્યું હતું.
કરાચીમાં આવ્યા પછી ત્યાં પણસ્મારક પ્રવૃત્તિ ઉપાડવામાં આવી શ્રી. હિમાશું વિજયજી ગ્રંથમાળા શરૂ કરવી અને ઉર્જનની શ્રી વિજય