________________
સામાજિક પ્રવૃત્તિ
ધર્મસૂરિ જૈન ગ્રંથમાળાની ઉપગ્રંથમાળા તરીકે એને જોડી દેવી એ નિર્ણય થયો. કરાચી સંઘે આ સ્મારક માટે રૂપિયા બે હજારની રકમ એકઠી કરી અને પાટડી મારવાડના એક ગૃહસ્થ શેઠ તારાચંદજી સાંકલજીએ રૂપિયા અગીઆર આપ્યા. મુંબઈથી પણ પંદરસો સોળસો રૂપિયાની રકમ ભેગી થઈ. તે ઉપરાંત અમદાવાદ, દેહગામ, સિરોહી બધેથી પણ રકમ આવી પહોંચી આમ એકંદરે સાત હજારનો ફાળે ભેગો થયો અને ગ્રંથમાળાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું અને એ દ્વારા શ્રી. હિમાંશુવિજયજીના પ્રગટ-અપ્રગટ લેખોએ પોતાના પોપચાં ઉઘાડી ગ્રંથાકારે પ્રસિધ્ધનો પ્રકાશ જોયો.
આ ઉપરાંત મુનિરાજે કરાચીના ટૂંકા વસવાટ દરમિયાન અનેકવિધ પ્રવૃત્તિઓમાં પોતાનો ફાળો નોંધાવ્યો હતો. જાણે કરાચીના સામાજિક અને ધાર્મિક જીવનમાં નવો પ્રાણ ન કુંકાયો હોય ! જાણે કરાચીના આંગણે કઈ અવધૂત પ્રજાને જાગૃત કરવા માં આવ્યો હોય ! જાણે કરાચીના ભાગ્ય ન જાગી ઊઠયાં હોય એમ કરાચીનું વાતાવરણ મુનિરાજ વિધાવિજયજીની ધાર્મિક અને સામાજિક-અનેકવિધ પ્રવૃત્તિઓથી ગાજી રહ્યું હતું.
કરાચીના યુવાનોને જાગૃત કરવા માટે મુનિરાજ તરફથી રાતના ૯-૧૦ વાગતાં સુધી જ્ઞાનચર્ચા રાખવામાં આવતી. એમાં આજના યુવાન માનસના ધાર્મિક તેમજ સામાજિક વિચારે કયે માર્ગે જઈ રહ્યા છે એને અભ્યાસ કરવાની મુનિરાજને તક મળી. અને એને અગે એમને પ્રસંગોપાત તેમના કર્તવ્યનું ભાન કરાવવામાં આવતું. અને આને અંગે યુવાનોની પ્રવૃત્તિને વેગ આપવા માટે એક વકતૃત્વ વર્ગ શરૂ કરવામાં આવ્યું. આ વકતૃત્વવર્ગમાં યુવાને ઉપરાંત વૃદ્ધો પણ રસ લેવા લાગ્યા. જેને ઉપરાંત જૈનેતર યુવાનોનાં પગલાં પણ પડવા લાગ્યાં. જ્યાં જ્ઞાનપુષ્પની ફેરમ લહેરાતી હોય