________________
: ૫
નવરાત્રિ-હિસાનિષેધ પ્રવૃત્તિ
વરાત્રિ એટલે નારીજીવનને મહામહેન્સવ-આ પ્રસંગે છેજગતજનેતા જગદંબાનો મહોત્સવ હિંદુઓને મોટો ભાગ આતુરતાથી ઉજવે છે. અને એ રીતે આત્માને સંતોષે છે.
પણ જગદંબાની પૂજાને નામે કેટલાંક હિંસાના અનિષ્ટ તત્વો પણ સંસારમાં દાખલ થઈ ગયાં છે. એની આગળ પાડા-બકરાં, ઘેટાંકુકડાનો ભોગ આપવામાં આવે છે. આ પ્રથા કેટલાંક માંસાહારી પૂજારી
એ માટીના દેહને માટીથી પિષવાની ખાતર ઊભી કરી હોય એમ લાગે છે. બાકી જે જગદંબા છે—જગતની માતા છે-તે આવી હિંસાથી તૃપ્ત થાય ખરી? ઊલટું એના હૈયામાં પારાવાર વેદના થાય? એક માં પિતાના સંતાનને મારશે ખરી ? તે પછી આવા જગદંબાના મંદિરમાં આમ પશુઓના બલિદાન અપાય એ કેટલું હલકટ અને નીચ કાર્ય છે?