________________
દીક્ષા પ્રવૃત્તિ
| ક્ષાઓ વિષે છેલ્લાં થોડાંક વર્ષોથી જૈન સમાજમાં મેટો
2 મતભેદ પેદા થયો છે. કેટલાક યુવાનો તે એમાં માનતા જ નથી એટલું જ નહિ, તેઓ તો સાધુઓની સંસ્થાની આવશ્યક્તાને પણ અસ્વીકાર કરે છે. કેટલાક યુવાનો સાધુઓની જરૂરિયાતને માન્ય ગણે છે. પણ એ માટે લાયક માણસો સાધુપદ સ્વીકારે એમ ઇચ્છે છે. અલબત્ત સાધુની જવાબદારી મહાન હોય છે. એ પદની મહત્તા પણ મોટી છે. એ જવાબદારી અને એ મહત્તા સાધુ ન સમજે તો એ સાધુ નથી. સાધુતાના સ્વાંગ નીચે સંસારી છે-સંસારીથી અધમ છે. અને એ માનવી સાધુના સ્વાંગ નીચે જગતની કુસેવા કરે છે. જગતને ઉન્નતિને માર્ગે લઈ જવાને બદલે અવનતિને માર્ગે લઈ જાય છે. દીક્ષા દેનાર ગુરૂમાં પણ એ માટેની યોગ્યતાની આવશ્યકતા છે. જૈન શાસ્ત્રકારોએ દીક્ષા