________________
૨૭૬
ખંડ ૮ મો
કુટુંબોએ આ પ્રસંગે મુનિરાજના ધર્મધને ઘણો લાભ લઈ સારી સેવા બજાવી હતી. .
તે ઉપરાંત કરાચીના નાગરિક હીરાલાલ ગણાત્રા પણ આજ કોલોનીમાં રહેતા હતા. તેમણે પણ સારો ભકિતભાવ દર્શાવ્યો હતો.
બીજું ચોમાસું પૂર્ણ થયા બાદ મુનિરાજ વિદ્યાવિજ્યજી બિમાર પડી ગયા. દાક્તરે એમને ગુજરાતનગરમાં રહેવાની સલાહ આપી. દાકતરની સલાહ પ્રમાણે તેમણે ગુજરાતનગરમાં એક પંજાબીના બંગલામાં નિવાસ કર્યો. ત્યાઆદ તા. ૧૬મી જાન્યુઆરી ૧૯૩૯થી કરાચીના એક જાણીતા વ્યાપારી શેઠ રાધાકિશન પારૂમલ એમને ખૂબ આગ્રહ કરી અપર સિંધ કેલેનમાં પોતાને બંગલે લઈ ગયા. - શેઠ રાધાકિશનને મુનિરાજ પ્રત્યેનો ભક્તિભાવ અનન્ય હતે. તેમનું આખું કુટુંબ નિરાભિમાની અને શ્રધ્ધાળું ઑઈ પાંચ માસ સુધી મુનિરાજનો નિવાસ એમને ત્યાં જ રહ્યો. રાષ્ટ્રભાવનાવાળા શુદ્ધ ખાદીધારી આ કુટુંબની ધર્મભાવના પણ અજબ હતી. આ કેલેનમાં પણ ધીમે ધીમે અહિંસા પ્રચાર શરૂ કરવામાં આવ્યો અને એને અંગે ઘણા ભાઈબહેને માંસાહાર છેડતા થઈ ગયા.