________________
૨૭૪
ખંડ ૮ મે
ગોવિંદ મીરચંદાની, ન્હન પાર્વતી એડવાની અને તે વખતના કરાચીના લેર્ડ મેયર શ્રી. દુર્ગાદાસ એડવાની વગેરેના પ્રયત્નથી આમીલ કન્યા વિદ્યાલયના મકાનમાં મુકામ રાખવા માં આવ્યો હતો.
એક અઠવાડિયા દરમિયાન તે વાતાવરણમાં અજબ પલટ થશે. ત્યાંના વસાહતીઓમાં મુનિરાજ માટે અજબ-અપૂર્વ માનની લાગણું ફેલાઈ. સેંકડે સિંધી ભાઈબહેનેનાં ટોળાં ત્યાં જામવા લાગ્યાં. ભિક્ષા આપવા માટે સૌ કોઈ તલપાપડ બની જવા લાગ્યા.
એ ન્હેનોને જ્યારે મુનિરાજ એમ કહેતા કે : “તમે તે મચ્છી માંસ ખાઓ છે એટલે તમારે ત્યાંથી અમારાથી ભિક્ષા ન લેવાય.’
ત્યારે એમનો આત્મા દુભાતે. ઘણાઓ તે પિતાને ત્યાં સાધુમંડળી પધારે એ આશયથી પણ માંસ મચ્છીને ત્યાગ કરતા.
રોજ ચર્ચાઓ થવા લાગી–ધાર્મિક ભાવનાઓના કુવારા મુનિરાજની મેઘગંભીર વાણીમાંથી પ્રગટવા લાગ્યા. આત્માની જ્યોત સતેજ થવા લાગી.
“માંસ ન ખાવાથી બળ નથી આવતું' એવી દલીલ કરનારાઓ ઠંડાગાર બની જતાં પણ વાતાવરણમાં એકંદરે પરિણામ સુંદર આવ્યું.
મુનિરાજ વિદ્યાવિજયજી જેવા જુવાનોને શરમાવે એવા જૈન ધર્માચાર્યો એ રીતે પ્રજાની બહુ સુંદર સેવા કરી.
ભારતવર્ષને આવાં સેવાના કાર્યો માટે અનેક સાધુ-સંતની જરૂર છે જે પ્રજાનાં અનિષ્ટોને દૂર કરે–પ્રજાજીવનમાં ન પ્રાણ સંચાર કરે. અત્માને અમૃત પાય. દેશમાં નવી જાગૃતિ લાવે.