________________
૨૮૨
ખંડ ૮ મે
-
દેશની ધાર્મિક અરાજકતાનો હિસાબ નથી. ધર્મના બહાના નીચે ઘણી અનિષ્ટ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. એ પ્રવૃત્તિઓમાં રૂઢીપૂજકતાનું ઘણું મોટું પ્રમાણ દાખલ થઈ ગયું છે. અને તેને લીધે આજના વિચારો અને નવયુવકોને તેના પ્રત્યે બહુ અભિરૂચિ ન થાય એ સ્વાભાવિક છે.
જૈન ધર્મના સિદ્ધાંતો અને એની ધાર્મિક ક્રિયામાં જૈન ધર્મના બધા જ અનુયાયીઓએ માનવું જોઈએ. સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ અને એવી ધાર્મિક ક્રિયાઓમાં નહિ માનનારા લોકો તો ઓછા જ હશે. પરંતુ એ ક્રિયાઓનું સાચું રહસ્ય નહિ સમજવાને કારણે ગાડરિયા પ્રવાહની માફક એ ક્રિયાઓ થઈ રહી છે.
કરાચીના જૈનો તો લગભગ આ બાબતમાં વધારે અજ્ઞાની હતા.
મુનિરાજ વિદ્યાવિજયજી અને મુનિરાજ જયંતવિજયજીનાં પ્રવચનો જ્યારે જ્યારે થતાં ત્યારે ત્યારે કરાચીના જૈન ભાઈઓંનેને ધાર્મિક ક્રિયાકાંડ તરફ વાળવાનો પ્રયત્ન કરવામાં આવતો અને તેના પરિણામે પૌષધ, પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓ તરફ પુરૂષ તેમજ સ્ત્રીઓની અભિરૂચિ થવા લાગી. - કરાચીના જૈનની આટલી મોટી વસતિમાં બાર વ્રતો ભાગ્યે જ કેઈએ અંગીકાર કર્યા હતાં. મુનિરાજ વિદ્યાવિજયજીના પ્રયત્નોથી એ બતોનું ખરૂં રહસ્ય લેકે સમજવા લાગ્યા. - તે ઉપરાંત અડાઈ મહત્સવ, શાંતિ સ્નાત્ર વગેરે પ્રસંગો પણ સુંદર રીતે ઉજવવામાં આવ્યા અને તે પ્રસંગે ખાસ ધાર્મિક ઠરાવ કરવામાં
માગ્યા,