________________
જીવદયા પરિષદ
ચ - ૧૯૩૯માં કરાચી ખાતે આર્યસમાજને શતાબ્દિ
જ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. અને એને અંગે આર્ય સમાજ તરફથી તા. ૧૧ મી સપ્ટેમ્બર ૧૯૩૯ ના રોજ જીવદયા પરિષદની ચેજના પણ કરવામાં આવી હતી.
કરાચી આર્યસમાજના આગેવાનો કાર્યકર્તાઓ શ્રી. તારાચંદ ગજરા, ૫. લેકનાથજી, સ્વામી કૃષ્ણનદજી, સ્વામી સંપૂર્ણાનંદજી, પં. કેશવજી, શ્રી નરસિંહલાલજી વગેરેએ એ માટે સારી જહેમત ઉઠાવી હતી.
આ પરિષદના પ્રમુખપદે મુનિરાજ વિદ્યાવિજયજીને નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પરિષદે સિંધમાં અહિંસાના ક્ષેત્રમાં સારી છાપ પાડી હતી,