________________
ફુક્કાની પાપી પ્રથા
૨૭૯
છાંટે છાંટે આંચળમાંથી ચૂસી લે છે. અને વધુ વખત રાખવામાં આવે તે લેાહી પણ નીકળે, પણ ગાયા એટલી બધી પિયાનાંમાં મસ્ત અને છે કે કાંઇ કહેવાની વાત નહિ.’
“તાનસેનના જમાનામાં કહે છે કે એવી સ’ગીત વિદ્યા પ્રચલિત હતી કે ગાયન ગાતાંની સાથે જંગલનાં જાનવરા હરણ વગેરે ખેંચાઇને જમા થતાં અને ગાયન બંધ થતાં જ તે અદૃશ્ય થઈ જતાં હતાં. પશ્ચિમના ખેતીકારો ઘુવડને રાત્રે પેાતાના ખેતરમાં બેસાડીને સારી રખેવાળી કરાવે છે. આવી રીતે તેઓ જ્યારે જગલી જાનવરાતી ખખ્ખર લે છે, ત્યારે આપણે જે આપણાં ડૉમેસ્ટિક પ્રાણીઓની પણ સંભાળ ન લઇએ તે આપણા જેવા બેપરવા બીજા કાણુ કહેવાય ? ’
• કેટલાક મુસલમાન ભાઈએ આ રિવાજની વિરૂદ્ધ છે. ’
ત્યારબાદ ફુક્કાની પ્રથાના વિરોધ કરનારા, સિ ંધ ગવર્નમેન્ટ, મ્યુ નિસીપાલીટી, તેમજ લેાકલમે તે આ પ્રથા અટકાવવા માટે કાયદા બનાવવા ભલામણ કરનારા, દૂધની મારકીટમાં વેટરનરી ઈન્સ્પેકટરા મેકલી દૂધની તપાસ કરવાની ભલામણ કરનારા, દૂધ કુકકાથી કાઢેલ માલુમ પડે તે તે જાનવરેાને પાંજરાપેાળમાં મેાકલવાં અને દૂધ કાઢનારને સજા કરવાની ભલામણ કરનારા વગેરે ઠરાવેા કરવામાં આવ્યા હતા.
મુનિરાજ વિદ્યાવિજયજી આ સભાના અધ્યક્ષસ્થાને હતા. તેમણે પેાતાની અસરકારક વાણીમાં વાતાવરણને પીગળાવે એવું પ્રાસંગિક છતાં સચોટ પ્રવચન કરતાં જણાવ્યું હતું કે:
· કુક્કના રિવાજ ત્રાસદાયક અને ભયંકર છે. વધુ દૂધ કાઢવાની લાલચમાં માણસે આવાં હલકાં કામેા કરી રહ્યા છે.